બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Delhi Man, Addicted To Porn, Forced Wife To Dress Like Pornstars, Say Cops

કામઘેલો પતિ ફસાયો / પોર્નસ્ટાર જેવા કપડાં પહેરીને ગંદા વીડિયો જોવાની ફરજ પાડનાર પતિને ભણાવ્યો પાઠ, પત્નીએ કર્યું ભયાનક કામ

Hiralal

Last Updated: 03:39 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્નીની નામરજી વિરૃદ્ધ તેને અશ્લીલ વીડિયો જોવાની અને પોર્નસ્ટાર જેવા કપડાં પહેરવાની ફરજ પાડનાર એક શખ્સની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.

  • દિલ્હીના શહાદરાનો ચોંકાવનારો કિસ્સો
  • પત્નીએ પકડાવ્યો વિકૃત પતિને
  • પોતાને અશ્લિલ વીડિયો જોવાની ફરજ પાડતો
  • પોર્નસ્ટાર જેવા કપડાં પહેરવાનું પણ કહેતો 

હવસ સંતોષવા માટે લોકોએ કામને કેટલો વિકૃત કરી મૂક્યો છે તેના અવારનવાર બનાવ સામે આવતાં હોય છે. ઘણી વાર પત્નીઓ પતિઓનો હવસનો આવો જૂલમ મૂંગા મોંએ સહન કરી લેતી હોય છે પરંતુ ઘણી વાર કેટલીક બહાદુર મહિલાઓ પતિને ખો ભૂલી જાય તેવો પાઠ ભણાવતી હોય છે. રાજધાની નવી દિલ્હીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા વિકૃત પતિને પત્નીએ ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

પતિએ પત્નીને પોર્નસ્ટાર જેવો ડ્રેસ પહેરવાની ફરજ પાડી 
દિલ્હીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિ પર આરોપ છે કે તેણે પોતાની પત્નીને ગંદા વીડિયો જોવા અને પોર્નસ્ટારની જેમ ડ્રેસ પહેરવા માટે મજબૂર કરી હતી. પત્નીએ આ બધું ગમતું નહોતું તો થોડા દિવસ તો તે આવી વાત ટાળતી રહી પરંતુ એક દિવસ તેણે આવા પતિને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ. તેણે તેના પતિને અનેક વાર એવું કહ્યું હતું કે તેને ગંદા વીડિયો જોવાનું અને પોર્નસ્ટારની જેમ ડ્રેસિંગ કરવાનું પસંદ નથી. તે આ કપડાંમાં અસહજતા અનુભવે છે.

પત્નીની ખૂબ સમજાવટ છતાં પાછો ન પડ્યો પતિ 
તેણે પોતાના પતિને સમજાવવાની કોશિશ પણ કરી, પરંતુ પતિ જીદ પર અડગ હતો. તે પોતાની પત્નીને વારંવાર વીડિયો જોવા અને પોર્નસ્ટારની જેમ કપડાં પહેરવા માટે દબાણ કરતો હતો. તેને ખબર નહોતી કે તેની પત્ની શું કરી રહી છે. તે આ વિશે કોઈને કહી શકતી નહોતી. થોડા દિવસો સુધી તો તેણે આ બધું સહન કર્યું, પરંતુ જ્યારે વાત આગળ વધી ગઈ ત્યારે તેણે પોલીસની મદદ લેવાનું વિચાર્યું.

પત્નીએ પોતાની ફરિયાદમાં પતિ પર ડર્ટી વીડિયો જોવાનો આરોપ લગાવ્યો
આ પછી પત્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ હતી. પોતાની ફરિયાદમાં મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો હતો કે, તે મોબાઇલ પર અશ્લીલ વીડિયો જોવાની લત ધરાવે છે. એટલું જ નહીં પરંતુ તે તેને અશ્લીલ વીડિયો જોવા અને પોર્નસ્ટારની જેમ પોશાક પહેરવા માટે દબાણ કરે છે. મહિલાની ફરિયાદને આધારે પોલીસે આરોપી પતિ સામે કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી છે. 

પતિ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો 
આરોપી પતિ પર મંગળવારે ભારતીય દંડ સંહિતાની કલમ 498એ (કોઈ મહિલાનો પતિ અથવા પતિની સંબંધી ક્રૂરતાને આધિન), 406 (ગુનાહિત વિશ્વાસઘાત), 377 (અકુદરતી ગુનાઓ) અને 34 (સામાન્ય ઇરાદો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (શાહદરા) રોહિત મીનાએ જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદ પર શાહદરા પોલીસ સ્ટેશનમાં દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને આ કેસમાં આગળની કાર્યવાહી માટે ડિજિટલ અને અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલ આ કેસની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ