બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / delhi jahangirpuri stone pelting: 10 teams of police starts investigation after amit shah order

મોટા સમાચાર / દિલ્હી હિંસા: ગૃહમંત્રી શાહના આદેશ બાદ એક્શન શરૂ, પોલીસે તાબડતોબ કરી આ કાર્યવાહી

Parth

Last Updated: 08:49 AM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના જહાંગીરપૂરીમાં થયેલ હિંસા બાદ પોલીસ એક્શનમાં આવી છે, ફોર્સ તૈનાત કરી દેવાઈ છે તથા કોઈ પથ્થરબાજ બચી ન જાય તે માટે ટીમો બનાવી દેવાઈ છે.

  • દિલ્હીમાં ફરી અજંપાભરી સ્થિતિ 
  • ગૃહમંત્રી અમિત શાહે પોલીસને કડક કાર્યવાહીના આપ્યા આદેશ 
  • પોલીસની 10 અલગ અલગ ટીમોની તપાસ શરૂ 

ફરી અશાંત થયો દેશ 
દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી પથ્થરમારાની ઘટનાઓ વધી રહી છે જે બાદ કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.  રામનવમી પર થયેલ પથ્થરમારા બાદ પણ ઘણા રાજ્યોમાં હનુમાન જયંતીના દિવસે પથ્થરમારા થયા, પ્રજાની અંદર પોલીસની કાર્યવાહી પર પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે હાલ જ આટલી ગંભીર ઘટનાઓ થઈ છતાં અસામાજિક તત્વોની તાકાત એટલી કઈ રીતે વધી ગઈ કે ફરીથી એ જ ઘટનાને અંજામ આપે. 

ગૃહમંત્રી અમિત શાહે પોલીસને આપ્યા કડક આદેશ 
બે વર્ષ પહેલા આ જ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા ત્યારે હવે આ વખતે હનુમાન જયંતીના અવસર પર પથ્થરમારાની ઘટના બાદ ભારે સંખ્યામાં ફોર્સ તૈણત કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ પણ એક્શનમાં છે, પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી સૂચના આપવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના કમિશનર રાકેશ અસ્થાનાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદેશ આપ્યા છે જે બાદ પોલીસ પણ એક્શનમાં દેખાઈ રહી છે. 

10 અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ 
દિલ્હી જહાંગીરપૂરીમાં હનુમાન જયંતીના દિવસે થયેલ પથ્થરમારાની ઘટના બાદ ભારે સંખ્યામાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે જ્યારે સ્પેશ્યલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર ઘટનામાં તપાસ કરશે. તપાસ માટે 10 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. સૂત્રો અનુસાર ષડયંત્રના એંગલથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

હાલ પરિસ્થિતિ કેવી છે?
પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હીમાં અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે અને વધારાની ફોર્સ તૈનાત છે. તસવીરોમાં જોઈ શકાય છે કે પથ્થરમારાની ઘટના જ્યાં થઈ ત્યાં માત્ર પોલીસના જવાનો જ હાલ દેખાઈ રહ્યા છે. 

આખા યુપીમાં હાઇઅલર્ટ 
આખા યુપીમાં પોલીસને હાઇ અલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેટલાય શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં ફોર્સને રસ્તા પર તૈનાત કરી દેવામાં આવી છે. લખનૌમાં કમિશનર ઠાકુર પોતે ખડેપગે છે અને સંવેદનશીલ વિસ્તારમાં ફરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હીથી નજીક આવેલા જિલ્લાઓમાં પોલીસ દોડતી થઈ છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 

કર્ણાટકમાં પણ પરિસ્થિતિ બગડી 
દિલ્હીના જહાંગીરપૂરીમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ તપાસ શરૂ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. દિલ્હીમાં હાલમાં પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે ત્યારે કર્ણાટકના હુબ્લીમાં પણ પથ્થરમારો થયો છે. કર્ણાટકના હુબ્લીમાં પોલીસ સ્ટેશન પર જ પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે જેમાં એક પોલીસ ઈન્સ્પેકટર સહિત ચાર જવાન ઘાયલ થયા છે ત્યારે આખા શહેરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ