બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / delhi court rejects arvind kejriwal plea seeking stay on the magistrate court proceedings in complaint of ed

દિલ્હી / કેજરીવાલને ન મળી કોઈ રાહત, ઈડીના સમન્સ પર કાલે કોર્ટમાં થવું પડશે હાજર

Dinesh

Last Updated: 04:24 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi news: EDએ જણાવ્યું હતું કે, અનેક સમન્સ છતાં અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થઈ રહ્યા નથી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે અદાલતના સમન્સ પર સ્ટે લગાવાનો ઇનકાર કર્યો છે. વચગાળાની રાહત માટેની અરજી પર સ્થગિત કરવાની કેજરીવાલની વિનંતીને ફગાવી દીધી છે. કોર્ટે કેજરીવાલને પેશીમાંથી મુક્તિ માટે નીચલી કોર્ટમાં જવા જણાવ્યું હતું. કેજરીવાલે દારૂ નીતિ કથિત કૌભાંડ સાથે જોડાયેલી મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી EDની ફરિયાદ પર તેમને સમન્સ મોકલવાના મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો. 

કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ
કોર્ટે સમન્સ પર કોઈ સ્ટે મૂક્યો નથી જેમાં તેમને આવતીકાલે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, જો કેજરીવાલ છૂટ ઈચ્છે છે તો તેમણે તેમને જારી કરાયેલા સમન્સ સમક્ષ હાજર થવું પડશે. કોર્ટના આદેશનું પાલન કરવા માટે કેજરીવાલે હાજર રહેવું પડશે. કોર્ટે કહ્યું કે, જો તેને શારીરિક હાજરીમાંથી મુક્તિ જોઈતી હોય તો સંબંધિત કોર્ટ સમક્ષ જઈ શકે છે. જેના માટે તેમણે આવતીકાલે કોર્ટમાં હાજર રહેવું પડશે.

કેજરીવાલે સમન્સને પડકાર્યો હતો
તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ સમક્ષ જારી કરાયેલા સમન્સને પડકાર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને 16 માર્ચે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. કેજરીવાલે અરજીમાં કહ્યું હતું કે તેમને 16 માર્ચે હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે અને તેમના વકીલને તેમનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવામાં આવે. EDએ કેજરીવાલની આ અરજીનો વિરોધ કર્યો હતો.

વાંચવા જેવું: હાઈકોર્ટે તમિલનાડુ સરકારને આપ્યો ઝટકો, PM મોદીના રોડ શોને આપી મંજૂરી

EDએ શું કહ્યું હતું ?
EDએ ગુરુવારે કોર્ટમાં જારી કરાયેલા સમન્સ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રીએ પોતે કોર્ટને ખાતરી આપી છે કે તેઓ 16 માર્ચે હાજર થશે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી બે અલગ-અલગ ફરિયાદો વિરુદ્ધ કેજરીવાલની અરજીની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી. EDએ આરોપ લગાવ્યો છે કે અનેક સમન્સ છતાં તેઓ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તપાસ એજન્સી સમક્ષ હાજર નથી થઈ રહ્યા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ