બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Decision taken by Ahmedabad Municipal Corporation: Know this news before boarding Kankaria and city buses

અમદાવાદ / ના છૂટકે મનપાએ લીધો નિર્ણયઃ કાંકરિયા અને સીટી બસમાં જતા પહેલા જાણી લો આ સમાચાર

Mehul

Last Updated: 04:13 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં  કોરોના રસી લેવામાં લોકોમાં નિરસતા. અંદાજે  9 લાખ નાગરીકો હજુ પણ બીજા ડોઝના રસીકરણથી વંચિત.બીજો ડોઝ નહિ લીધો હોય તેમને મહાનગર પાલિકાના પરિસરમાં કાલથી પ્રવેશ નહિ

  • અમદાવાદમાં રસીના બીજા ડોઝમાં ઉદાસીનતા 
  • બીજો ડોઝ નહિ લીધો હોય તો મ્યુનિ.કોર્પો.પ્રવેશ નહિ 
  • મહાનગર પાલિકામાં પણ હવે નહિ મળે પ્રવેશ 

 

ગુજરાત છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.આમ છતાં,અમદાવાદમાં  કોરોના રસી લેવામાં લોકોમાં નિરસતા દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં જ અંદાજે  9 લાખ નાગરીકો હજુ પણ બીજા ડોઝના રસીકરણથી વંચિત છે. શહેરની  હોસ્પીટલમાં પ્રયાપ્ત માત્રામાં બીઓજો ડોઝ ઉપલબ્ધ હોવા છતાં લોકોમાં બીજા ડોઝ પ્રત્યે ઉદાસીનતા ઉડીને આંખે વળગી છે.આ પરિણામે મહાનગર પાલિકા-અમદાવાદે નિર્ણય કર્યો છે કે, જેમણે કોરોના રસીનો બીજો ડોઝ નહિ લીધો હોય તેમને મહાનગર પાલિકાના પરિસરમાં પ્રવેશ આપવામાં નહિ આવે 


 
કાંકરિયા-AMTS-મહાપાલિકામાં પ્રવેશ નહિ 

દીપાવલીના તહેવારો પૂર્વે જ રસીકરણની ઝુંબેશને વેગ આપવા અમદાવાદ મહાનગર પાલિકાએ ફરમાન કર્યું હતું કે,જેઓએ બંને ડોઝનું રસીકરણ કર્યું હશે તેઓને જ કાંકરિયા કે મોલ-મલ્ટીપ્લેક્સમાં પ્રવેશ અપાશે.આ ઉપરાંત,સ્થાનિક AMTS/BRTSમાં પણ પ્રવેશબંધી ફરમાવી હતી.હવે જ્યારે અમદાવાદમાં રસીના બીજા ડોઝ માટે ઉદાસીનતા જણાઈ છે ત્યારે, મહાનગર પાલિકાએ વધુ એક નિયંત્રણ દાખવી શુક્રવારથી મહાનગર પાલિકામાં એવા લોકો માટે પ્રવેશ બંધી કરી છે,જેઓએ કોરોના વિરુદ્ધની રસીનો બીજો ડોઝ નથી લીધો. 


દિવાળીના તહેવાર બાદ જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે રાજ્યમાં ફરી કોરોના માથું ઉચકી રહ્યું છે, તહેવારોની સિઝન બાદ રાજ્યના મોટા શહેરોમાં કોરોનાનું જોખમ વધી ગયુ છે. વડોદરા બાદ હવે અમદાવાદમાં પણ કોરોના સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. શહેરમાં એક જ દિવસમાં ચાર ગણા કેસ સામે આવતા આરોગ્ય વિભાગનું તંત્ર દોડતું થઈ ગયું છે. 
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા છે. જ્યારે 36 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 16 કેસ સામે આવ્યા છે શહેરના પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે 16 કેસમાંથી 11 અને 13 વર્ષના બે બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જો કે કોરોનાને કારણે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. 

એક જ દિવસમાં ચાર ગણા કેસ વધ્યા

નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને તેની સામે 23 લોકો સાજા થયા છે.કોરોનાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ પણ અલર્ટ થઇ ગયું છે. અમદાવાદમાં બહારથી આવતા લોકોનું ટ્રેસિંગ અને ટ્રાવેલ હીસ્ટ્રી તપાસવામાં આવશે તો દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધવાની શક્યતાને લઇને ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ