બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Deaths of young children due to heart defects in Rajkot are becoming a challenge for medical science.

ચિંતાજનક / છેલ્લા એક મહિનામાં રાજકોટમાં 2 વિદ્યાર્થીઓના હૃદયમાં ખામી સર્જાતા મોત, કહ્યું 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ, ડૉક્ટરો પણ ચિંતિત

Malay

Last Updated: 10:35 AM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં હૃદયમાં ખામીના કારણે નાના બાળકોના મૃત્યુ મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ બની રહ્યા છે. રીબડા ગામે ધોરણ 10ના વિદ્યાર્થીના મૃત્યુ બાદ ગઈકાલે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ધોરણ 12ના વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે.

  • રાજકોટમાં છેલ્લા એક જ મહિનામાં બે વિદ્યાર્થીઓના મૃત્યુ
  • ગઈકાલે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ધોરણ 12ના વિદ્યાર્થીનું મૃત્યુ
  • 3 જુલાઈએ રીબડા ગામે ધોરણ 10ના વિદ્યાર્થીનું થયું હતું મૃત્યુ
  • જે વિદ્યાર્થીઓના મૃત્યુ થયા તેમાં હૃદયમાં ખામીઓ હોવાનું તારણ 

રાજકોટમાં છેલ્લા એક જ મહિનામાં 2 વિદ્યાર્થીઓના હૃદયમાં ખામી સર્જાતા મૃત્યુ થયા છે. ગુરુપૂર્ણિમાના દિવસે રીબડાના ગુરુકુળમાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યા બાદ ગઈકાલે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થી મુદીત અક્ષયભાઈ નળિયાપરા (ઉ.વ.17)નું મૃત્યુ પણ હૃદયમાં ખામીના કારણે થયું હોવાનું તબીબોએ જણાવ્યું છે. 

નાના બાળકોના મૃત્યુ મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ 
તબીબોએ વિદ્યાર્થીના હૃદયની એક દીવાલ પાતળી અને બીજી દીવાલ જાડી હોવાની પણ વાત કરી છે. સાથ જ ડોક્ટરોએ આ 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ હોવાનું જણાવ્યું છે. નાના બાળકોના મૃત્યુ મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ બની રહ્યા છે.

રાજકોટના 17 વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ 
રાજકોટમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડતા શિક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થી મુદીત અક્ષયભાઈ નળિયાપરા (ઉવ.17)ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે મુદીતને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દિકરાના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ચાલુ ક્લાસે ઢળી પડ્યો હતો વિદ્યાર્થી 
મુદિત ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. ત્યારે ગઈકાલે સ્કૂલમાં એકમ કસોટી હતી. મુદિતને એક બે દિવસથી માત્ર શરદી ખાંસીની તકલીફ હતી. પાંચ પિરિયડ પૂર્ણ થયા બાદ રિસેસમાં તે પરીક્ષા આપવા ક્લાસમાં બેઠો હતો તે સમય દરમ્યાન અચાનક જ તે ઢળી પડ્યો હતો. જે બાદ સ્કૂલના ક્લાસ ટીચર દ્વારા મુદિતને CPR જેવી બેઝિક ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ આવતા તુરંત જ મુદિતને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

A student of SGVP Ribda Gurukul collapsed while preparing for the Gurupurnima programme

SGVP રીબડા ગુરુકુળના વિદ્યાર્થીનું થયું હતું મૃત્યુ
રાજકોટ-ગોંડલ રોડ પર રીબડા નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજાય તે પહેલા ધોરણ 10માં અભ્યાસ કરતો મૂળ ધોરાજીનો દેવાંશ ભાયાણી અચાનક બેભાઈ થઈ ગયો હતો. જે બાદ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.  જે બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને નાનપણથી હૃદયનો ભાર વધવાની બીમારી હતી. હૃદય વધુ ભારવાળું થયું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ