બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / સુરત / Death of a youth who came home after playing cricket in Surat

શોક / રાજકોટમાં ક્રિકેટ બાદ હાર્ટ ઍટેકથી મોતનો ચોથો કેસ, આજે જ સુરતમાં પણ યુવકે ગુમાવ્યો જીવ, સતત વધી રહ્યા છે આવા કેસ

Malay

Last Updated: 10:50 AM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના યુવકનું રેસકોર્સ ખાતે ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. તો સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ યુવકનું રહસ્યમય મૃત્યુ નિપજ્યું છે.

  • સુરતમાં ક્રિકેટ રમ્યા બાદ યુવકનું રહસ્યમય મૃત્યુ
  • રાજકોટમાં પણ યુવકનું ક્રિકેટ રમતી વખતે મૃત્યુ
  • સુરતના યુવકનું મોતનું કારણ રિપોર્ટ આવ્યા બાદ થશે સ્પષ્ટ

બદલાતી જીવન શૈલીને પગલે નાની ઉંમરમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. રાજકોટના યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. તો સુરતમાં પણ આવો જ બનાવ બન્યો છે. સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા એક યુવકનું રહસ્યમય મોત થતાં ચકચાર મચી જવા પામી છે. હાલ સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ સુરતના યુવકના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યાં બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

ક્રિકેટ રમીને ઘરે આવેલા સુરતના યુવકનું મોત
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જોલી એન્કલેવમાં રહેતો પ્રશાંત કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે થોડા દિવસ પહેલા જ કેનેડાથી સુરત આવ્યો હતો. ગઈકાલે સવારે તે મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંતને અચાનક છાતી દુખાવો અને ગભરામણ શરૂ થઈ હતી. જેથી તેણે આ અંગે પરિવારને જાણ કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઈને પરિવારજનોની રોકકડથી હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પ્રશાંતનું અચાનક મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. હાલ સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યાં બાદ યુવકના મોતનું કારણ સ્પષ્ટ થશે.

મૃતક પ્રશાંત બારોલીયા 

રાજકોટમાં પણ જિંદગીની મેચ હાર્યો યુવક
રાજકોટમાં આજે સવારે રાજકોટ ક્રિકેટ રમતી વખતે એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે.  જીગ્નેશ ચૌહાણ નામનો યુવક રેસકોર્સ ખાતે ક્રિકેટ રમતો હતો. ક્રિકેટ રમતી વખતે યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. રાજકોટમાં 20 દિવસમાં હાર્ટ એટેકની આ 4 ઘટના બની છે. આ પહેલા પણ ગત બુધવારે એક યુવકનું મોત નિપજ્યું હતું. 
.

રાજકોટમાં યુવકનું મોત

ક્રિકેટ રમીને પરત ફરતા બેભાન થઈ ગયો યુવક
અત્રે ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરીને બુધવારે પાલનપુરના ડીસાથી ભાણેજના લગ્ન માટે રાજકોટ આવેલા યુવકનું મોત નિપજ્યું હતું. ભરત બારૈયા નામનો યુવક ભાણેજના લગ્ન માટે ડીસાથી રાજકોટ આવ્યો હતો. આ દરમિયાન ગત બુધવારે શાસ્ત્રીમેદાન ખાતે ક્રિકેટ રમીને ભરત તેના સંબંધીઓ અને મિત્રો સાથે પરત ફરતા અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જે બાદ તેને 108 મારફત તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેની તપાસમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક ભરત ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હોવાનું તેમજ ભાણેજના લગ્ન માટે રાજકોટ ખાતે આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આજે ભાણેજનાં લગ્નનું રીસેપ્શન યોજાય તે પહેલાં જ અચાનક યુવકનું મોત નિપજતા મોતનો માતમ છવાયો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ