બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dahod BTP District President Resigns Mahesh Vasava Alleged Betrayal By Joining BJP

Loksabha Eection 2024 / લોકસભા ચૂંટણીઃ દાહોદમાં BTP અને BTTSના જિલ્લા પ્રમુખનું રાજીનામુ, BTP ના પૂર્વ અધ્યક્ષ પર કર્યો આક્ષેપ

Ajit Jadeja

Last Updated: 09:47 AM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાતા જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડાએ રાજીનામુ આપ્યું છે. સમાજ સાથે મહેશ વસાવાએ વિશ્વાસઘાત કર્યો હોવાનો દેવેન્દ્ર મેડાએ આક્ષેપ કર્યો છે.

Dahod News: રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકિય ઉથલપાથલ થઇ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે BTPને ઝટકો લાગ્યો છે. દાહોદ BTP જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડાએ રાજીનામું આપ્યું છે. તેઓએ મહેશ વસાવાએ ભાજપમાં જોડાઈને વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે.

મહેશ વસાવા ભાજપમાં જોડાતા નારાજગી

દાહોદમાં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાતા જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડાએ રાજીનામુ આપ્યું છે. સમાજ સાથે મહેશ વસાવાએ વિશ્વાસઘાત કર્યો હોવાનો દેવેન્દ્ર મેડાએ આક્ષેપ કર્યો છે. દેવેન્દ્ર મેડાએ આજે છોટુ વસાવાને રાજીનામું મોકલ્યું છે. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાતા તેઓ નારાજ થયા છે. નોધનીય છે કે અગાઉ દાહોદના BTP જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પણ રાજીનામું આપી ચુક્યા છે. મનસુખ ભીલ કટારા અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ 2022માં ઝાલોદથી BTPના ઉમેદવાર હતા.

આદિવાસી વિસ્તારમાં નવા સમીકરણો

રાજ્યમાં ભાજપ 26 લોકસભા બેઠકો જીતવા માગે છે જેને લઇને બૂથ લેવલથી લઇને સંગઠનને મજબૂત કર્યું છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ, આપ અને બીટીપી જેવી હરીફ પાર્ટીઓ ચૂંટણી સમયે જ તુટી રહી છે. જેનો ફાયદો આ વખતે બીજેપીને થઇ શકે છે. દાહોદ વિસ્તારમાં આદિવાસી વોટબેંકનું પ્રભુત્વ છે. અને બીટીપી પક્ષની અહી મજબુત વોટબેંક હતી. પરંતુ મહેશ વસાવા ભાજપમાં જોડાતા નારાજગી જોવા મળી છે ત્યારે આગામી સમયમાં નવા સમીકરણો જોવા મળી શકે છે. આપને જણાવીએ કે, મહેશ વસાવાએ કેટલાક અગ્રણીઓ સાથે સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. ત્યારથી જ તેઓ બીજેપીનો ખેસ ધારણ કરશે તેવી ધારણા હતી.  મહેશ વસાવાએ કહ્યું હતુ કે, આ નિર્ણયમાં મારા પિતા મારી સાથે છે.

ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે

લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાયા છે.

વધુ વાંચોઃ VIDEO: 'ખિલજીની સેનાએ દરોડા પાડ્યાં', કવિતાની ધરપકડ પર ભડક્યો ભાઈ, અધિકારીઓ સાથે ભીડાયો

વર્ષ 2017માં મહેશ વસાવા દેડિયાપાડા બેઠક જીત્યા હતા

દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે.  ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. દેડિયાપાડા વિધાનસભા બેઠક 2017માં BTPના ઉમેદવાર એટલે કે મહેશ વસાવા જીત્યા હતા. મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ