બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Dabangos burst into joy, kept the old enmity in the land dispute and opened fire

ફાયરિંગ / આણંદમાં દબંગો વિફર્યાં, જમીન વિવાદમાં જુની અદાવત રાખીને ધડાધડ કર્યું ફાયરિંગ, સ્થાનિકોમાં ભયનો માહોલ

Vishal Khamar

Last Updated: 11:39 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં જૂની અદાવતને લઈને 4 રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસને ઘટનાની જાણ થતા એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

  • આણંદમાં ગણેશ ચોડીના બ્રિજ નીચે ફાયરિંગની ઘટના 
  • જુની અદાવતમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું 
  • જમીન બાબતને લઈ ફાયરિંગ કરાયું હોવાનું આવ્યું સામે 

આણંદમાં ગણેશ ચોકડી બ્રિજ નજીક સાંજના સુમારે અચાનક જુની અદાવતમાં ફાયરિંગની ઘટના બનવા પામી હતી. જેમાં અજાણ્યા શખ્સોએ 4 રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. ત્યારે જમીન બાબતને લઈ ફાયરિંગ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અજાણ્યા શખ્શો દ્વારા ફાયરિંગ કરતા કોઈ જાનહાનિ થવા પામી નથી. અચાનક જ અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા SOG, LCB ઘટના સ્થળે પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

સામ સામે પથ્થરમારા બાદ તેઓએ ફાયરીંગ કર્યુંઃ ગોહિલ અમન
ત્યારે આ બાબતે ગોહિલ અમન મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અમે ક્રિકેટ રમીને આવી રહ્યા હતા. ત્યારે તેઓએ ગાડીઓ લઈ આવી અમને ઉભા રાખ્યા અને કહ્યું કે તમારે અહીંયાથી આવવાનું નહી અને જવાનું નહી તેવું કહી મારા મિત્રને એક દંડો માર્યો લાફા મારી દીધા. અને પછી તેઓ જતા રહ્યા પછી મારા મિત્રોને ફોન કરી બોલાવ્યા. અને કહ્યું કે આ રીતની ઘટના ઘટી છે.  જે બાદ મારા મિત્રો આવતા તે લોકો પણ દંડા કાઢી કાઢી બહાર ઉભા થઈ ગયા હતા. જે બાદ તેઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો.  અમે પણ પથ્થરમારો શરૂ કર્યો હતો. તે લોકોને અમે ઓળખતા નથી. ત્યારે અમે પથ્થરમારો શરૂ કરતા તેઓએ ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જે બાદ નાસભાગ મચી  જવા પામી હતી.  

સામ સામે પથ્થરમારા બાદ તેઓએ ફાયરીંગ કર્યુંઃ ગોહિલ અમન

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ