Cymric Air helicopter crashes in Sankhuwasabha district of Nepal
BIG BREAKING /
નેપાળના સંખુવાસભા જિલ્લામાં મોટી દુર્ઘટના: હેલિકોપ્ટર થયું ક્રેશ, 4 લોકો હતા સવાર
Team VTV04:11 PM, 05 May 23
| Updated: 04:13 PM, 05 May 23
નેપાળના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા ટેકનાથ સિતૌલાના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરનો સવારથી સંપર્ક તૂટી ગયો હતો અને તેની શોધ કરવામાં આવી રહી હતી.
નેપાળના સાંખુવાસભા જિલ્લામાં સિમ્રિક એરનું હેલિકોપ્ટર ક્રેશ
હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હોવાની માહિતી મળી
હેલિકોપ્ટર હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે સામાન લઈ જઈ રહ્યું હતું
શુક્રવારે નેપાળના સાંખુવાસભા જિલ્લામાં સિમ્રિક એરનું હેલિકોપ્ટર...
નેપાળના સાંખુવાસભા જિલ્લામાં સિમ્રિક એરનું હેલિકોપ્ટર ક્રેશ
હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હોવાની માહિતી મળી
હેલિકોપ્ટર હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે સામાન લઈ જઈ રહ્યું હતું
શુક્રવારે નેપાળના સાંખુવાસભા જિલ્લામાં સિમ્રિક એરનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ અરુણ-III હાઇડલ પ્રોજેક્ટ માટે સામાન લઇ જતું હતું. સાંખુવાસભાના સહાયક મુખ્ય જિલ્લા અધિકારી મોહનમણિ ઘીમિરેએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોએ જણાવ્યું કે સિમ્રિક એર હેલિકોપ્ટર ક્રેશ થયું છે. દુર્ઘટના સંબંધિત પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સાંખુવાસભા જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી મોહનમણિ ઘીમરેએ જણાવ્યું હતું કે અમે બચાવ કામગીરી માટે ગૃહ મંત્રાલય પાસેથી હેલિકોપ્ટરની માંગણી કરી છે. જિલ્લા અધિકારીએ માહિતી આપી હતી કે હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. તેમણે જણાવ્યું કે હેલિકોપ્ટર અપર અરુણ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે સામાન લઈ જઈ રહ્યું હતું.
A helicopter operated by Simrik Air crashed in Sankhuwasabha district of Nepal. Pilot safe. The helicopter was ferrying construction material for India Funded Arun-III Hydel project: Officials pic.twitter.com/IccWKzX0MH
નેપાળના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા ટેકનાથ સિતૌલાના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરનો સવારથી સંપર્ક તૂટી ગયો હતો અને તેની શોધ કરવામાં આવી રહી છે. સિતૌલાએ પુષ્ટિ કરી કે હેલિકોપ્ટર સવારથી તુમલિંગટાર એરપોર્ટ સાથે સંપર્ક તૂટી ગયો હતો. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા. હેલિકોપ્ટરમાં સવાર કેપ્ટન સુરેન્દ્ર પૌડેલ અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને સારવાર માટે કાઠમંડુની મેડિસિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સિમ્રિક એર નેપાળની લોકપ્રિય હેલિકોપ્ટર કંપની
સિમ્રિક એર નેપાળની લોકપ્રિય હેલિકોપ્ટર કંપનીઓમાંની એક છે. સિમ્રિક કંપનીની સ્થાપના 2001માં થઈ હતી. આ તમને એડવેન્ચર સ્પોર્ટ્સ અને ટૂરિસ્ટ પ્લેસ પર લઈ જવા માટે કરવામાં આવે છે. તે નેપાળની અગ્રણી કંપનીમાંની એક તરીકે ગણવામાં આવે છે, જે બચાવ, તીર્થયાત્રા/પવિત્ર પ્રવાસ, હેલી સ્કી, ફિલ્માંકન, આઉટડોર કાર્ગો સ્લિંગ/લોડ લિફ્ટિંગ, એરિયલ સર્વે માટે લાંબી લાઇન મિશન હાથ ધરે છે. સિમ્રિક એર કાઠમંડુ એરપોર્ટથી નેપાળના દૂરના ભાગોમાં ચાર્ટર ફ્લાઇટ્સ પ્રદાન કરે છે.