બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Cyber fraud with PU form making company in Ahmedabad

અમદાવાદ / કંપનીનો મોબાઈલ નંબર હેક કરી બેંક એકાઉન્ટ કર્યું સાફ, 79,70,000 રૂપિયા ઉપાડી લીધા, PU ફોર્મ બનાવતી કંપની સાથે સાયબર ફ્રોડ

Kishor

Last Updated: 11:26 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં PU ફોર્મ બનાવતી કંપની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ ઉઠી છે. જેથી પોલીસે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

  • અમદાવાદમાં પી. યુ. ફોર્મ બનાવતી કંપની સાથે છેતરપીંડી
  • અજાણ્યા વ્યક્તિએ લાખો રૂપિયાની ઠગાઈ કરી
  • કંપનીનો મોબાઈલ નંબર હેક કરી બેંક એકાઉન્ટ સાફ કરી નાખ્યું

ડિજિટલ યુગમાં સૌથી વધુ સાયબરને લાગતા ગુન્હાઓ સામે આવી રહ્યા છે. પોલીસના અનેક પ્રયાસો છતાં ભેજાબાજ આરોપીએ છાશવારે નવા નવા કિમીયાઓ શોધી છેતરપીંડી આચરતા હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમા અમદાવાદમાં PU ફોર્મ બનાવતી કંપની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ ઉઠી છે. આ મામલે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટા સાઇબર હુમલામાં આ ક્ષેત્રોને બનાવામાં આવ્યાં નિશાન,  PM મૉરિસને આપી ચેતવણી | Australia cyber attack PM Morrison warns of  sophisticated state hack

એકાઉન્ટ માંથી 79.70 લાખની ઠગાઈ

અમદાવાદમાં PU ફોર્મ બનાવતી કંપનીને નિશાન બનાવી અજાણ્યા વ્યક્તિએ કોલ કર્યો હતો.જે દરમિયાન આંબા આંબલી બતાવી શિશામા ઉતાર્યા બાદ લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. બાદમાં યેનકેન પ્રકારે કંપનીનો મોબાઈલ નંબર હેક કરી લીધો હતો. અને બાદમાં બેંક એકાઉન્ટ સાફ કરી નાખતા માલિકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપીઓએ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 79. 70 લાખ રૂપિયાની સેરવી લીધા હતા. જેને લઈને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કપંનીના MDએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર હકીકત જાણીને શખ્સ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Tag | VTV Gujarati

સાયબર ક્રાઇમ સામે જાગૃતિ માટે પોલીસ અનેક પ્રયાસો કરે છે. તાજેતરમા જ ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન હાથ ધરાયુ હતું. એપ્રિલ માસમાં સાયબર ક્રાઈમ મામલે જાગૃતિ લાવવા અભિયાન યોજાયું હતું. જેમાં પોલીસની શી ટીમ દ્વારા સિનિયર સિટિઝનોને રૂબરૂ મળી માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત સેમિનાર સહિત અનેક પ્રયાસો કરાઈ છે છતાં આવા ગુન્હા અટકવાનું નામ જ લેતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ