બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Crime against Chaitar Vasava, three including wife-PA in custody and locked up

BIG NEWS / ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો, પત્ની-PA સહિત ત્રણ કસ્ટડીમાં અને સજ્જડ બંધ: ડેડીયાપાડામાં સ્થિતિ ગંભીર થતાં પોલીસે વધારી સુરક્ષા

Priyakant

Last Updated: 12:20 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitar Vasava FIR Latest News: ડેડિયાપાડા બંધના એલાનને પગલે ડેડિયાપાડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, સાંસદ મનસુખ વસાવાએ લોકોને બંધમાં સહયોગ ન આપવા  અપીલ કરી

  • ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ બાદ ધારાસભ્ય વસાવા હજુ પણ ફરાર 
  • 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
  • ચૈતર વસાવાના પત્ની, P.A અને ખેડૂતને કસ્ટડી
  • સમગ્ર મામલે ડેડિયાપાડા બંધનું એલાન 
  • ડેડિયાપાડામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 

Chaitar Vasava FIR : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદનો મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ફરિયાદ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. આ સાથે આજે ડેડિયાપાડા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈ સમગ્ર ડેડિયાપાડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ તરફ સાંસદ મનસુખ વસાવાએ લોકોને બંધમાં સહયોગ ન આપવા  અપીલ કરી છે. 

ચૈતર વસાવાના સમર્થનમાં સજ્જડ બંધ
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ બાદ હવે મોડી રાત્રે 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. મહત્વનું છે કે, ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદમાં ચૈતર વસાવાના પત્ની, P.A અને ખેડૂતને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વનવિભાગે ચૈતર વસાવા તેના પત્ની અને P.A વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં હવે આજે ડેડિયાપાડા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. 

ડેડિયાપાડા બંધના એલાનને નિષ્ફળ બનાવવા સાંસદ મેદાને
ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાતા ડેડિયાપાડા ભરેલા અગ્નિ જેવો માહોલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીને મારમાર્યો અને હવામાં ફાયરિંગ કરી હોવાની બાબતે પોલીસ ગુનો નોંધ્યો છે. આ તરફ હવે ધારાસભ્ય વિરૂદ્ધ આ ખોટા ગુના હોવાની બાબતે ચૈતર વસાવાના સમર્થકો એ ડેડિયાપાડા બંધનું એલાન કર્યું છે. જોકે ભાજપ દ્વારા ડેડિયાપાડા બંધના એલાનને નિષ્ફળ બનાવવા સાંસદ મનસુખ વસાવા સહિત બજારમાં ઉતરી પડ્યા છે. આ તરફ નર્મદા પોલીસે DySP ,5 PI, 8 PSI સહિત 100 થી વધુ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ જવાનો ડેડિયાપાડામાં ખડકી દીધા છે. 

શું છે સમગ્ર મામલો ? 
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ છે.

વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર
આ અંગે નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. માથાકૂટ મામલે વન વિભાગના અધિકારીઓ દ્વારા નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ પણ દોડતી થઈ છે. જોકે  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ તરફ આજે  ડેડિયાપાડા બંધનૅ એલાનને પગલે હવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાંઆવ્યો છે.
 
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની પ્રતિક્રિયા
બીજી બાજુ આ પોલીસ ફરિયાદને લઈને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઇ છે. જે નિંદનીય છે. હાલ ચૈતરભાઇ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને પોલીસને કાર્યવાહીમાં સહકાર આપવો જોઈએ.તેમનો મોબાઈલ પણ બંધ આવે છે અને હાલ પોલીસે ધારાસભ્યની શોધખોળ શરૂ કરી હોવાનો ઘનશ્યામ પટેલે દાવો કર્યો હતો. વધુમાં ચૈતર વસાવા માટે આગોતરા જમીન લેવા તેમના સાથીઓએ દોડધામ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ