ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ક્રિકેટના મેદાનમાં હાલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. પણ મેદાનની બહાર પણ રોમાંચ, ડ્રામા અને એક્શન ભૂરપુર છે. હાલ 4 ટીમો સેમી ફાઈનલમાંથી ફાઇનલ ટિકિટ નક્કી કરવા આર પારની લડાઈ લડી રહી છે તેની વચ્ચે હરભજનસિંહ અને ઈઝમામ ઉલ હક્ક પણ આમને સામને આવી ગયા છે. કારણ કે પાકિસ્તાન પૂર્વ કેપ્ટન ઈઝમામ ઉલ હકના વિવાદિત ખુલાસો ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. હરભજનસિંહનો ઉલ્લેખ કરતાં ઉઝમામે કહ્યું કે ભારતનો પૂર્વ ઓફ સ્પિનર મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવાનું વિચારતો હતો.
વર્લ્ડ ક્રિકેટમાં ટર્બનેટરના નામથી જાણીતા હરભજનસિંહે ઈઝમામ ઉલ હકને બકવાસ વ્યક્તિ કહી વળતો જવાબ આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ ઈઝમામ ઈલ હક્કની ગંભીર વાત તેમના કાનોમાં પડી, જે બાદ ગુસ્સે ભરાયેલા હરભજન સિંહે જડબાતોડ જવાબ આપ્યો
ADVERTISEMENT
Yeh kon sa nasha pee kar baat kar raha hai ? I am a proud Indian and proud Sikh..yeh Bakwaas log kuch bi bakte hai 😡😡😡🤬🤬 https://t.co/eo6LN5SmWk
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 14, 2023
ADVERTISEMENT
ઈઝમામ ઉલ હકે શબ્દ શ: હરભજનસિંહ વિશે શું કહ્યું?
પાકિસ્તાન પૂર્વ કપ્તાને હરભજનની ઈસ્લામ કબૂલ કરવાની વાત પર ખુલાસો કરતાં કહ્યું કે તેમણે આ વિચાર ત્યારે આવ્યો હતો જ્યારે તે મૌલાના તારીક જમીલને મળ્યા હતા. મૌલાના તારીક જમીલ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે નમાઝ અદા કરવા આવતા હતા. ઈઝમામે ખુલ્લેઆમ કહેલી આ વાતમાં કેટલો દમ છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. પણ વર્લ્ડ કપમાંથી આઉટ થયા બાદ પાકિસ્તાની ક્રિકેટરો અને ચાહકો મનફાવે તેમ નિવેદનો કરી રહ્યા છે. કદાચ ઈઝમામ ઉલ હકનું નિવેદન પણ એ કરારી હારના દુખનું કારણ હોઈ શકે.
હરભજનસિંહે કહ્યું કયો નશો કરીને વાત કરે છે?
બીજી તરફ હરભજન સિંહ ગુસ્સામાં લાલચોળ થયો છે અને એકસ હેન્ડલ પર ટ્વિટ કરી સીધું ઈઝમામ ઈલ હકના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે આ ભાઈ કયો નશો કરીને વાત કરી રહ્યો છે, હું દિલથી હિન્દુસ્તાની છું. મને ભારતીય અને સિખ હોવા પર ગર્વ છે. બકવાસ લોકો કઈ પણ બોલી શકે છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે ઈઝમામ ઈલ હક પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર હતા. પણ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેમણે મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ઈઝમામે પાકિસ્તાન માટે 499 મેચ રમી છે જેમાં 20 હજારથી વધુ રન બનાવ્યા છે. તો સામે હરભજનસિંહે ભારત માટે 350થી વધુ મેચ રમી છે અને 700થી વધુ વિકેટ ચટકાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ