બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Cricket lovers are excited about the India-Pakistan match in Ahmedabad

World Cup 2023 / અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ: દિલ્હી, મુંબઈ, UPથી આવી રહ્યા છે ક્રિકેટપ્રેમીઓ, ITC નર્મદાની બહાર કડક પોલીસ બંદોબસ્ત

Malay

Last Updated: 10:51 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચને લઇ અમદાવાદમાં ઉત્સવ જેવો માહોલ, દૂર-દૂરથી અમદાવાદ પહોંચી રહ્યા છે ક્રિકેટ રસિયાઓ

  • આવતીકાલે ભારત-પાકિસ્તાન મેચ 
  • મેચને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 
  • ક્રિકેટ રસિયાઓ દૂર-દૂરથી પહોંચ્યા અમદાવાદ
  • સવારે 10 વાગ્યાથી દર્શકોને અપાશે પ્રવેશ
  • અમિતાભ બચ્ચન પણ હાજર રહેશે

IND vs PAK: વર્લ્ડ કપ 2023નો ઉત્સાહ ધીમે ધીમે વધી રહ્યો છે. દસ મેચ રમાઈ ચૂકી છે અને આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ અને હાઈ વોલ્ટેજ મેચ 14 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ICC અને BCCI દ્વારા આ મેચ માટેની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બ્રોડકાસ્ટર્સથી લઈને ચાહકો સુધી દરેક આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેને વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ માનવામાં આવી રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ લઈને ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો અમદાવાદમાં આવી ચૂકી છે. પાકિસ્તાન ટીમ આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સી ખાતે રોકાઈ છે, જ્યારે ભારતની ટીમ ITC નર્મદા હોટલ ખાતે રોકાઈ છે. બંને હોટલ અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે ભારતીય ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે.

અમદાવાદમાં ઉત્સવ જેવો માહોલ 
ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચને લઇ અમદાવાદમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને ક્રિકેટ રસિયાઓ દૂર-દૂરથી અમદાવાદ આવી રહ્યા છે. ક્રિકેટપ્રેમીઓ દિલ્હી, મુંબઈ, ઉત્તરપ્રદેશથી અમદાવાદ આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ભારત-પાકિસ્તાન વર્લ્ડકપમાં હજી સુધી સાત વખત ટકરાયું છે. અમદાવાદમાં આઠમી વખત ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. 

દિગ્ગજ સિંગરો અને કલાકારોને આમંત્રણ
વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું ન હતું, તો બીજી તરફ હવે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બોલિવૂડના ઘણા દિગ્ગજ સિંગરો અને કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે BCCIએ ટ્વીટ જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ખ્યાતનામ સિંગર સિંગર અરિજીત સિંહ, શંકર મહાદેવન, સુખવિંદર સિંહ પરફોર્મ કરતા જોવા મળશે. આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી દર્શકોને પ્રવેશ આપવાનું શરૂ થશે. બપોરે 12.30 વાગ્યે સ્ટેડિયમમાં કલાકારોના પરફોર્મન્સ શરૂ થશે. 

કરવામાં આવી રહી છે ખાસ તૈયારી
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ 1.30 વાગ્યે થશે અને મેચ 2 વાગ્યે શરૂ થશે. ICC અને BCCI ભારત-પાકિસ્તાન મેચમાં કોઈ કસર છોડવા માંગતું નથી. આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેચને લઈને ચાહકોને અમદાવાદમાં હોટલ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. હોટેલના ભાવ આસમાને છે. અમદાવાદના સ્ટેડિયમો ખીચોખીચ ભરાઈ જવાની ધારણા છે.

અમિતાભ બચ્ચન અને રજનીકાંત પણ રહેશે હાજર
આ ત્રણ ગાયકો સિવાય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત મેચ જોવા સ્ટેડિયમ પહોંચશે. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર પણ સ્ટેડિયમમાં રહીને આ મેચ નિહાળશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 13 ઓક્ટોબરથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ 14 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નિહાળશે. 

ટ્રેન ટિકિટ કેન્સલ કરી રહ્યાં છો? તો પહેલાં જાણી લેજો આ ખાસ નિયમ, નહીં તો  આવશે પસ્તાવાનો વારો indian railways ticket cancellation rules and  regulations check all charges

રેલવે દ્વારા દોડાવાશે સ્પેશિયલ ટ્રેન
જેથી રેલવે વિભાગ દ્વારા પણ ક્રિકેટ રસીયાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. અમદાવાદ ખાતે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ જોવા જતા ક્રિકેટ ચાહકો માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે વિશેષ સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ટ્રેન 13 ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યે ઉપડશે.  અમદાવાદથી મુંબઇ જવા ટ્રેન 15 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે ઉપડશે. રાત્રે 12.10 કલાકે મુંબઇ ખાતે પહોંચાડશે.

ટ્રેન કેટલા વાગ્યે ઉપડશે
આ બાબતે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. જે ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન છે. ભારત-પાકિસ્તાન મેચના આગળનાં દિવસે શુક્રવારે તા. 13.10.2023ના રોજ ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલથી 21.30 કલાકે ઉપડશે, જે બીજા દિવસે સવારે 5.30 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી મુંબઈ જવા માટે રવિવારે તા. 15.10.2023 નાં રોજ સાંજે 4 વાગ્યે ટ્રેન ઉપડશે. જે રાત્રે 12.10 મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. 

ભારત-પાકિસ્તાન મેચ જોવા જનારાઓ જાણી લો
1. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે
2. બપોરે 12.30 કલાકે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
૩. પ્રેક્ષકો માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરુરી દવા મેચ દરમ્યાન સાથે રાખી શકશે
4. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સંસ્થાએ નિ:શુલ્ક પાણીની તથા મેડીકલની સુવિધા કરેલ છે
    

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ 
મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયા જીત મેળવી ચૂકી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ