બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / CR Patil reaction after Hardik Patel statement for bjp

સોગઠાના સંકેત / હાર્દિક પટેલ બોલ્યા, અમે તો રામના ભક્ત છીએ, સામે CR પાટીલે આપી દાદ

Vishnu

Last Updated: 04:10 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પટેલે હિંમત કરી છે તેની હિંમતને દાદ, આવી પ્રશંસા કોંગ્રેસના કેટલાય નેતા કરવા માગે છે પણ હિંમત કરતા નથી

  • પાટીલે હાર્દિક પટેલની હિંમતને બિરદાવી
  • ભાજપની પ્રશંસા કોંગ્રેસના કેટલાય નેતા કરવા માગે છે:પાટીલ
  • હાર્દિક પટેલે હિંમત કરી તેની હિંમતને દાદ:પાટીલ

ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. છેલ્લા થોડા સમયથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના સૂર બદલાયેલા નજરે ચઢી રહ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. અને તેમણે આજે નિવેદન આપ્યું છે કે તેઓ એક હિન્દુવાદી નેતા છે. તેઓ લવકુશના વંશજ છે. ભાજપની સારી બાબતોનો હું સ્વીકાર કરૂ છું. 370ની કલમ હટાવવી, રામમંદિરનું નિર્માણ કરવું જેવા સારા કામોની પ્રશંસા થવી જોઇએ. આ ઉપરાંત તેમણે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીથી નારાજ હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ હોવાનું જણાવ્યું હતું.

હાર્દિક પટેલે હિંમત કરી છે તેની હિંમતને દાદ: સી આર પાટીલ
આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલી આગળ વધી રહી છે ત્યારે રેલી રાજપીપલા અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે  2000 બાઇકો લઈ યુવાનો ની રેલી ને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બાઇક રેલી ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું જેમની સાથે સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા. બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યા બાદ  સી.આર.પાટીલ જાતે બાઇક પર બેસી બાઇક ચલાવી હતી.અને કહ્યું હતું કે આજે બાઇક રેલી માં ભાજપ જોડે હજારો લાખો લોકો દેશની રક્ષા કાજે જોડાય છે એટલે ભાજપ માં.જોડાય છે.હાર્દિક પટેલે ભાજપની કામગીરી ની પ્રશંસા કરી આવી પ્રશંસા કોંગ્રેસના કેટલાય નેતા કરવા માંગે છે પણ હિંમત કરતા નથી હાર્દિકે હિંમત કરી છે.કહી હાર્દિકના હિંમતની દાદ નિવેદન આપ્યું તે અંગે આડકતરી રીતે ખુશી વ્યક્ત કરી હતી. 

કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ ભાજપનો કેસરીયો ધારણ કરશે તેવી અટકળો વચ્ચે હાર્દિક બાદ સી આર પાટીલના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.રાજકિય પંડિતો બંને નેતાઓની પ્રતિક્રિયાને અલગ રીતે જોઈ રહ્યા છે અને વિધાનસભા ચૂંટણી પહેલા મોટા પાયે નવાજૂની થાય તેવા અણસાર આપી રહ્યા છે.

કોંગ્રેસમાં નેતાઓ વધુ છે તેથી મતભેદ વધારે છે : હાર્દિક પટેલ  
હાર્દિક પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હું હિન્દુવાદી નેતા છું. હું લવ-કુશનો વંશજ છું. હાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે.કોંગ્રેસમાં નેતાઓ વધુ છે તેથી મતભેદ વધારે છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપી થવું જોઇએ. પણ કોંગ્રેસમાં નિર્ણય શક્તિઘટી રહી છે. હાલ હું કોંગ્રેસમાં જ છું. 

મેં મારી વાત પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ મૂકી છે. 
હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસની લીડરશીપ અંગે પાર્ટી હાઈકમાન્ડ સાથે વાતચીત કરી છે. મેં કહ્યું છે કે કોંગ્રેસ હવે સારૂં નહીં કરે અને સત્તાપક્ષ સારુ કરશે તો લોકો સત્તાપક્ષ તરફી થઇ થશે. યુવાનો કઇ દિશામાં જવા માગે છે તે જાણવું પડશે અને તેમ કરવું પડશે.

હું ભાજપની સારી બાબતોને સ્વીકારું છું: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મારે ભાજપ સાથે કોઈ વાત નથી ચાલી રહી.હું ભાજપની સારી બાબતોને સ્વીકારું છું. ભાજપે જમ્મુ કાશ્મીર 370ની કલમ હટાવવી, અને હવે રામમંદિરનું નિર્માણ જેવાં સારાં કામોની પ્રશંસા થવી જોઈએ. આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,  ગુજરાતે જ મને બધું આપ્યું છે. તો મારો હેતુ સ્પષ્ટ છે કે ગુજરાતને આગળ લઇ જઇ શકું તે કરવું છે. બધાં મને કેજરીવાલ સાથે જોડે છે. ભાજપ, કોંગ્રેસ, આપ બધા વિકલ્પો જ ખુલ્લા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ