બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / cr patil on becoming cm of Gujarat

નિવેદન / ગુજરાતનાં CM બનવા CR પાટિલને કરાયો સવાલ, શું જવાબ આપ્યો જુઓ

Khyati

Last Updated: 02:28 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખનું મુખ્યમંત્રી બનવા અંગેનું મહત્વનું નિવેદન- 'નાયક માત્ર એક જ છે'

  • પાટીલને ગુજરાતના મુખ્યમંત્રી બનવા અંગે કરાયો પ્રશ્ન
  • નાયક માત્ર એક જ બની શકે, આપણા નાયક PM મોદી છે-પાટીલ
  • હું જ્યા છું ત્યા બિલકુલ ઠીક છું-પાટીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.  જેને લઇને ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નેતાઓ પણ પ્રજાની વચ્ચે જવા માટેનો એક પણ મોકો છોડતા નથી. હજી ચૂંટણીની તારીખો જાહેર નથી થઇ પરંતુ ચૂંટણી જાણે આવતીકાલે જ હોય તે પ્રકારે રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઇ છે. ક્યાંક કોઇ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાની હોય કે પછી પાર્ટીના કાર્યક્રમમાં. ચૂંટણીને અનુલક્ષીને કોઇકને કોઇ નિવેદનો સામે આવતા હોય છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સુરતમાં આયોજિત કાર્યક્રમમાં એક મહત્વનું નિવેદન આપ્યુ હતું..

નાયક માત્ર એક જ બની શકે છે- સી.આર.પાટીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેમાં સત્તા પર જો ભાજપ આવશે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેને લઇને ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ત્યારે આ આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સી.આર પાટીલ હોવાની સંભાવના અંગે જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓએ જણાવ્યુ કે નાયક માત્ર એક જ બની શકે છે.અને અન્ય કોઇ બીજાએ બનવાની હિંમત પણ ન કરવી જોઇએ . આપણા નાયક પીએમ મોદી છે. હું જ્યાં છુ ત્યાં ઠીક છું. મને જે જવાબદારી મળી છે તે નિભાવવાની ચેષ્ટા કરુ છું. મને સફળતા મળશે તેવો મને વિશ્વાસ છે તેમ જણાવ્યુ હતું.  

રાજસ્થાન દિવસની કરવામાં આવી ઉજવણી 

રાજસ્થાન દિવસની ઉજવણીને લઇને સુરતમાં એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર પાટીલ અતિથિ વિશેષ રુપે હાજર રહ્યા હતા. સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રાજસ્થાન દિવસ હોવાથી મોટી સંખ્યામાં રાજસ્થાની ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રંગેચંગે સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સી.આર પાટીલે સ્ટેજ પર સંબોધન કરતા એમ પણ જણાવ્યુ કે તમે પીએમ મોદીને સુરતમા જોવા માંગો છો તો અમે સુરતમાં પીએમ મોદીને આવવા આમંત્રણ આપીશું.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ