બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / covid third wave unlikely if no new variants emerge virologist dr gagandeep kang says

સારા સમાચાર / જાણીતા વાયરોલોજીસ્ટે કોરોનાની ત્રીજી લહેરને લઈને આપ્યું ખાસ નિવેદન, કહ્યું...

Bhushita

Last Updated: 07:19 AM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંક્રામક રોગના એક્સપર્ટ ડો. ગગનદીપ કાંગે કહ્યું કે જો કોઈ નવો વેરિઅન્ટ નહીં આવે તો કોરોનાની ત્રીજી લહેરનું રિસ્ક ઓછું રહેશે. જો કેસ વધ્યા તો પણ બીજી લહેર જેટલા નહીં વધે.

  • જાણીતા વાયરોલોજીસ્ટે કોરોનાની ત્રીજી લહેરને લઈને આપ્યું ખાસ નિવેદન
  • જો કોઈ નવો વેરિઅન્ટ નહીં આવે તો કોરોનાની ત્રીજી લહેરનું રિસ્ક ઓછું રહેશે
  • કેસ વધ્યા તો પણ બીજી લહેર જેટલા નહીં વધે
     

દેશમાં કોરોનાની બીજી લહેરના કેટલાક મહિના પહેલાથી હાહાકાર મચ્યો હતો. બીજી લહેર દેશમાંથી વિદાય લઈ ચૂકી નથી ત્યાં દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં તેનો કહેર વધ્યો છે. અહીં ડેલ્ટા વેરિઅન્ટ કારણ બન્યો છે. બીજી લહેર બાદ લોકોમાં ત્રીજી લહેરનો ડર જોવા મળી રહ્યો છે. આ સમયે સંક્રામક રોગ વિશેષજ્ઞ ડો. ગગનદીપ કાંગે કહ્યું કે જો કોઈ નવો વેરિઅન્ટ નહીં આવે તો ત્રીજી લહેરનો ખતરો ઓછો રહેશે. જો કોરોનાના કેસ વધશે તો પણ તે બીજી લહેર જેટલા નહીં વધે. 

બાળકોને લઈને કહી આ વાત
બાળકોના વેક્સીનેશનને લઈને ગગનદીપ કાંગે કહ્યું કે ભારતે તેના ડેટા પર ભરોસો કરવો. તેઓએ કહ્યું કે ઘણા ઓછા સ્ટડી છે જેમાં કહેવાયું છે કે કેટલા બાળકો કોરોના સંક્રમિત થશે અને કેટલા કેસ ગંભીર બનશે. અમેરિકા, ઈઝરાયલ અને અન્ય યૂરોપીય દેશોએ બાળકોના વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ કરી છે. બ્રિટનના એડવાઈઝરી પેનલે આમ કરવાની મનાઈ કરી છે. ભારતને માટે ગગનદીપ કાંગે કહ્યું કે અમે અમારા ડેટા પર વિશ્વાસ રાખવામાં માનીએ છીએ. અમારી પાસે બાળકોને માટે નિર્ણય લેવા માટે યોગ્ય ડેટા હોવો જોઈએ. 
 


ભારતમાં બાળકોની 4 વેક્સીનના ટ્રાયલને મળી છે મંજૂરી

  • ઝાયડસ કેડિલાની ઝાયકોવ ડીને ભારતમાં ઈમરજન્સી યૂઝની મંજૂરી મળી છે. આ વેક્સીનને 12-18 વર્ષના બાળકો માટે યૂઝ કરી શકાશે.
  • સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવોવેક્સને બીજા અને ત્રીજા ટ્રાયલની મંજૂરી મળી છે. આ વેક્સીન 2-17 વર્ષના બાળકો માટે યૂઝ કરી શકાશે. 
  • ભારત બાયોટેકની કોવૈક્સીનનું બીજા અને ત્રીજા ફેઝનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વેક્સીને 2-18 વર્ષના બાળકો માટે યૂઝ કરી શકાશે. 
  • બાયોલોજિકલ ઈ લિમિટેડ કેટલીક શરતોની સાથે 5-18 વર્ષના ઉંમરના બાળકો પર કોવિડ 19 વેક્સીન કોર્બેવેક્સના બીજા અને ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મેળવી ચૂકી છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ