ઈઝરાયલનાં એક એરપોર્ટ પર દંપતી પોતાના બાળકની ટિકિટ ન હોવાથી તેને ચેક-ઈન કાઉન્ટર પાસે ત્યજીને યાત્રા માટે આગળ વધી ગયાં...
ઈઝરાયલનાં એરપોર્ટ પર દંપતીએ બાળકને ત્યજ્યું
બાળકની ટીકિટ લીધાં વિના બેઠાં ફ્લાઈટમાં
શિશુને કાઉન્ટર પર છોડીને ભરી ઊડાન
ઈઝરાયલમાં પોતાનાં બાળકની સાથે ફ્લાઈટમાં બેસવા માટે દંપતિ જ્યારે એરપોર્ટ પહોંચ્યું ત્યારે તેમને ખબર પડી કે તેના બાળકની પણ ટીકિટ લાગશે. આ વાતની જાણ થતાં દંપતી તેમના બાળકને ચેક-ઈન કાઉન્ટર પર છોડીને યાત્રા કરવા માટે આગળ વધી ગયાં.
બાળકને ત્યજીને આગળ વધ્યું દંપતિ
દંપતિ ઈઝરાયેલનાં બેન ગુરિયન એરપોર્ટથી રાયનિયરની ફ્લાઈટથી બ્રસેલ્સ જઈ રહ્યાં હતાં. તેમની યાત્રા તેમનાં શિશુ સાથે હતી અને તેમણે તેની ટિકીટ ખરીદી નહોતી. ચેક-ઈન કાઉન્ટર પર પહોંચ્યા બાદ દંપતિને એરલાઈન દ્વારા પોતાના શિશુ માટે ટિકીટ ખરીદવા માટે કહેવામાં આવ્યું પરંતુ તે ચેક-ઈન કાઉન્ટર પર ક્વેરી બેલ્ટની પાસે પોતાના બાળકને ત્યજીને આગળ વધી ગયાં અને પોતાની ફ્લાઈટમાં બેસી ગયાં હતાં.
એરલાઈન શિશુઓ માટે 27 ડોલર ચાર્જ કરે છે
રયાનએરનાં એક પ્રવક્તાએ કહ્યું કે ' તેલ અવીવથી બ્રસેલ્સ જનારાં આ યાત્રી પોતાના બાળકોની બુકિંગ કર્યા વિના ચેક-ઈન પર આવ્યાં અને તેના પછી તે પોતાના બાળકને ચેક-ઈન પર છોડીને સુરક્ષા માટે આગળ વધી ગયાં.' રેયાનએરની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર એરલાઈન શિશુઓ માટે 27 ડોલર ચાર્જ કરે છે, જેને યાત્રીનાં ખોળામાં બેસવાની પરવાનગી મળે છે.
એરપોર્ટ ઑથોરિટીનું આવ્યું નિવેદન
ઈઝરાયેલી એરપોર્ટ ઑથોરિટીએ સંપૂર્ણ મામલાની પુષ્ટિ કરીને નિવેદન આપતાં જણાવ્યું કે 'બેલ્જિયમ પાસપોર્ટની સાથે એક દંપતિ 31 જાન્યુઆરીનાં ટર્મિનલ 1 પર પહોંચ્યું હતું. તેમની ફ્લાઈટ માટે ચેક-ઈન કાઉન્ટર બંધ થઈ ગયું હતું. તે પોતાના બાળકને કન્વેયર બેલ્ટ ક્ષેત્રની પાસે છોડી દીધું કારણકે તે ફ્લાઈટમાં જવા ઈચ્છતાં હતાં. '