Team VTV10:15 AM, 21 Jun 22
| Updated: 11:04 AM, 21 Jun 22
દેશમાં કોરોનાના વળતા પાણી જોવા મળી રહ્યા છે. અહીં દિવસેને દિવસે કેસો ઘટી રહ્યા છે જે એક રીતે જોવા જઈએ તો, રાહતની વાત છે.
દેશમાં કોરોનાના વળતા પાણી
દિવસેને દિવસે ઘટી રહ્યા છે કેસો
છેલ્લા 24 કલાકમાં 10 હજાર કરતા પણ ઓછા કેસ આવ્યા
દેશમાં કોરોનાના કેસોમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 9923 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 17 લોકોના મોત પણ થયા છે, જ્યારે 7293 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને હવે 79,313 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 5,24,890 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે. તો વળી 4,27,15,193 લોકો સાજા થઈ ચુક્યા છે. કુલ 1,96,32,43,003 લોકોને કોરોનાની રસી લગાવામાં આવી ચુકી છે.
#COVID19 | India reports 9,923 fresh cases, 7,293 recoveries and 17 deaths in the last 24 hours.
હાલના સમયમાં રિકવરી રેટ 98.61 ટકા છે, ડેઈલી પોઝિટિવિટી રેટ 2.55 ટકા છે, જ્યારે વિકલી પોઝિટિવીટી રેટ 2.67 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 85.85 કરોડ ટેસ્ટ થઈ ચુક્યા છે. જેમાંથી 3,88, 641 ટેસ્ટ છેલ્લા 24 કલાકમાં થયા છે.
સોમવારે મળ્યા હતા 12 હજારથી વધારે કેસ
અહીં ઉલ્લેખનિય છે કે, સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,781 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 18 લોકોના મોત પણ થયા હતા, જ્યારે 8537 લોકો કોરોનાથી સાજા પણ થયા હતા, તે અગાઉ રવિવારે પણ કોરોનાના 12,889 કેસો સામે આવ્યા હતા.