બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મુંબઈ / coronavirus these 3 states may be the next covid hot spots in the country

ચિંતાજનક / નવી ચિંતા : રિપોર્ટમાં ચોંકાવનારો દાવો, મહારાષ્ટ્ર સિવાય આ 3 રાજ્યો નેક્સ્ટ કોવિડ હોટસ્પોટ

Dharmishtha

Last Updated: 02:09 PM, 19 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર ઉપરાંત દેશના વધુ 3 રાજ્ય કોરોના હોટસ્પોટ તરીકે ઉભી રહ્યા છે

  • પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશની સ્થિતિ ખરાબ 
  • પૂર્વ વિસ્તારની સરખામણીએ દેશના પશ્ચિમ વિસ્તારમાં મામલા ઝડપથી વધી રહ્યા
  • કેરળ, બિહાર અને ઓડિશામાં કોવિડ મામલા સાત દિવસોના સરેરાશ ઘટ્યા 


કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.  મહારાષ્ટ્ર ઉપરાંત દેશના વધુ 3 રાજ્ય કોરોના હોટસ્પોર્ટ તરીકે ઉભી રહ્યા છે. આ રાજ્યોમાં મળેલા કોવિડના આંકડા ડરાવના છે. રોજ મળી રહેલા દર્દીઓ ઉપરાંત દેશમાં પોઝિટિવિટી દરમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે.

પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશની સ્થિતિ ખરાબ 

એક અખબારનું એનાલિસિસ દર્શાવે છે કે પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશની સ્થિતિ ખરાબ છે. એનાલિસિસના જણાવ્યાનુંસાર આ 3 રાજ્યોમાં બિમારીનું હોટસ્પોર્ટ બનવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. દેશના નવા હોટસ્પોર્ટને જાણવા માટે 20થી વધારે વસ્તી વાળા વિસ્તારોના ડેટા લેવામાં આવ્યા હતા. આ દરમિયાન 3 બાબતો- વધતો પોઝિટિવિટી રેટ, વધતા રોજના મામલા અને પ્રતિ 10 લાખ લોકો પર ઓછું ટેસ્ટિંહ સામેલ કરવામાં આવ્યુ હતુ.

પૂર્વ વિસ્તારની સરખામણીએ દેશના પશ્ચિમ વિસ્તારમાં મામલા ઝડપથી વધી રહ્યા

એનાલિસિસમાં રાજ્ય અને જિલ્લા સ્તરનું સ્ટેટિસ્ટિક્સ ડેટા જણાવે છે કે પૂર્વ વિસ્તારની સરખામણીએ દેશના પશ્ચિમ વિસ્તારમાં મામલા ઝડપથી વધી રહ્યા છે.  મહારાષ્ટ્રમાં હાલત બહું ચિંતાજનક બનેલી છે. દેશના અનેક રાજ્યોમાં સરકાર કોવિડ નિયમોને કડક કરી રહી છે. અનેક જિલ્લામાં નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી ચૂકી છે. હાલમાં જ ગુજરાતમાં સરકારે રાજ્યના 8 મોટા શહેરોમાં સ્કુલોમાં જારી ઓફલાઈન ક્લાસ 10 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્ર સિવાય આ ત્રણ રાજ્યોમાં ખતરાની ઘંટડી

3 રાજ્યોમાં સૌથી વધારે ચિંતા વધારનારું રાજ્ય પંજાબ છે. ગત 30 દિવસોમાં રાજ્યમાં રોજમાં મળી રહેલા મામલામાં 531 ટકાનો વધારો થયો છે. ત્યારે આ દરમિયાન અઠવાડિયાનો પોઝિટિવિટી દર 4.7 ટકા પોઈન્ટ સુધી વધ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર ઉપરાંત બીજો સૌથી મોટી ઉછાળો હરિયાણામાં છે.

પંજાબ અને મહારાષ્ટ્ર પછી આ રાજ્યની સ્થિતિ ખરાબ

હરિયાણામાં ગત 30 દિવસોમાં 398 ટકા દરથી મામલા વધી રહ્યા છે.  અહીં સરેરાશ પોઝિટિવિટી દર 2.2 ટકા પર છે. મધ્ય પ્રદેશમાં રોજ મળી રહેલા મામલાના દર 2.77 ટકા પર પહોંચી ગયો છે. અહીં પોઝિટિવિટી રેટ 3.3 ટકા વધી ગયો છે. મધ્ય પ્રદેશમાં ટેસ્ટિંગ દર પણ પરેશાન કરનારો છે. અહીં પ્રતિ 10 લાખ લોકો પર 191 ટેસ્ટ થયો છે.

અહીં મામલા ઘટ્યા છે

ગત 30 દિવસોમાં ભારતમાં કોવિડ 19ના નવા મામલા 7 દિવસમાં સરેરાશ 140 ટકાના દરથી વધ્યા છે.  આ આંકડા મહામારીની બીજી લહેર તરફ ઈશારો કરી રહ્યા છે. આ ચાર રાજ્યો ઉપરાંત આંધ્ર પ્રદેશ, દિલ્હી અને ગુજરાતના આંકડા ચિંતિત કરનારા છે. આ ઉપરાંત કેરળ, બિહાર અને ઓડિશામાં કોવિડ મામલા સાત દિવસોના સરેરાશ ઘટ્યા છે. ગત એક મહિનામાં દેશના ફક્ત આ રાજ્યોમાં મામલા વધવાના ઓછા થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ