બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / coronavirus outbreak in india daily cases death toll covid vaccination 9 june 2021 latest update

કોરોના વાયરસ / દેશમાં સતત બીજા દિવસે એક લાખથી ઓછા નવા કેસ, 24 કલાકમાં મળ્યા 92719 દર્દી, 2222 ના મોત

Dharmishtha

Last Updated: 09:51 AM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત બીજા દિવસે કોરોનના નવા સંક્રમિતોનો આંકડો એક લાખથી ઓછો રહ્યો છે.

  •  24 કલાકમાં 92 હજાર 719 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ 
  •  2 હજાર 222 લોકોના જીવ ગયા
  • એક્ટિવ કેસની સંખ્યા 71 હજાર 792થી ઓછી 

 24 કલાકમાં 92 હજાર 719 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ 

દેશમાં રસીકરણની સ્પીડ તેઝ થઈ ગઈ છે. પરંતુ કોરોનાની સ્પીડ ઓછી થતી જોવા મળી રહી છે. મંગળવારે સતત બીજા દિવસે કોરોનના નવા સંક્રમિતોનો આંકડો એક લાખથી ઓછો રહ્યો છે. ગત 24 કલાકમાં 92 હજાર 719 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 2 હજાર 222 લોકોના જીવ ગયા છે. 1 લાખ 62 હજાર 280 સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 71 હજાર 792થી ઓછી રેકોર્ડ કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી જાણકારી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 2.90 કરોડ સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 2.74 કરોડ સાજા થઈ ગયા છે. અત્યાર સુધી આ વાયરસથી 3.53 લાખ લોકોના મોત થયા છે. હાલમાં 12.26 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કોરોનાથી અસરગ્રસ્ત રાજ્યોની સ્થિત

મહારાષ્ટ્ર

અહીં મંગળવારે 10, 891 લોકો સંક્રમિત જોવા મળ્યા. 16, 577 લોકો સાજા થયા. 702 લોકોના મોત થયા. અત્યાર સુધી રાજ્યોમાં 58.52 લાખ લોકો સંક્રમિણની ઝપેટમાં આવ્યા છે.  જેમાંથી 55.80 લાખ સાજા થઈ ચૂક્યા છે.  જ્યારે 1.01 લાખ લોકોના મોત થયા છે. હાલમાં 1.67 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

ઉત્તર પ્રદેશ

અહીં મંગળવારે 705 લોકો સંક્રમિત મળ્યા. 2227 લોકો સાજા થયા અને 92 લોકોના મોત થયા. અત્યાર સુધી રાજ્યમાં 16.99 લાખ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 16.64 લાખ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 21, 425 દર્દીના મોત થયા. અહીં 14,067 દર્દીની સારવાર ચાલી રહી છે.

રાજસ્થાન

અહીં મંગળવારે 529 લોકો સંક્રમિત મળ્યા. 2617 લોકો સાજા થયા અને 32 લોકોના મોત થયા. અત્યાર સુધી રાજ્યમાં 9.47 લાખ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી  9.25 લાખ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 8719 દર્દીના મોત થયા. અહીં 13,624 દર્દીની સારવાર ચાલી રહી છે.

મધ્ય પ્રદેશ

અહીં મંગળવારે 535 લોકો સંક્રમિત મળ્યા. 1376 લોકો સાજા થયા અને 36 લોકોના મોત થયા. અત્યાર સુધી રાજ્યમાં 7.86 લાખ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી  7.69 લાખ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 8405 દર્દીના મોત થયા. અહીં 7983 દર્દીની સારવાર ચાલી રહી છે.

દિલ્હી

અહીં મંગળવારે 316 લોકો સંક્રમિત મળ્યા. 521 લોકો સાજા થયા અને 41 લોકોના મોત થયા. અત્યાર સુધી રાજ્યમાં 14.29 લાખ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી  14 લાખથી વધુ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 24668 દર્દીના મોત થયા. અહીં 4962 દર્દીની સારવાર ચાલી રહી છે.

દેશમાં રસીકરણની સ્થિતિ

સરકારી આંકડા મુજબ દેશમાં 8 જૂનના સવારના 8 વાગ્યા સુધી કોરોનાના 23 કરોડ 61 લાખ 98 હજાર 726 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાં 18 કરોડ 95 લાખ 95 હજાર 747 લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે. જ્યારે 4 કરોડ 66 લાખ 2 હજાર 979 લોકોને 2 ડોઝ લગાવાઈ ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ