બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / Corona has spread fear in the world. However, there are some countries that are lifting all the rules and regulations of the Corona.

ગંભીર બાબત / માસ્ક કાઢીને ફેંકી દો, આઇસોલેશનની જરૂર નહીં... જાણો દુનિયાના કેટલા દેશો હવે કોરોનાને ગંભીર નથી માનતા

Ronak

Last Updated: 09:33 AM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં કોરોનાને કારણે ભયનો માહોલ ફેલાયો છે. જોકે અમુક દેશો એવા પણ છે કે જે કોરોનાના બધા પ્રતિબંધો હટાવી રહ્યા છે. તો અમુક દેશો એવા પણ છે કે જેમણે કોરોનાને હવે એક સામાન્ય ફ્લૂની કેટગરીમાં નાખી દીધો છે.

  • કોરોનાના પ્રતિબંધો વિશ્વના દેશો હટાવા લાગ્યા 
  • બ્રિટેનમાં માસ્કને મરજીયાત કરી દેવામાં આવ્યું 
  • નેધરલેન્ડમાં બધાજ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા 
  • ડેનમાર્કે કોરોનાને ગંભીર બિમારીની કેટગરીમાંથી બહાર કાઢ્યો 

કોરોના હવે આપણી વચ્ચેજ રહેશે અને તેની સાથેજ આપણે જીવવું પડશે આ વાત આપણે માની લઈએ કે પછી સાવધાની રાખીએ તે સવાલ બધાના મનમાં છે. વિશ્વના ઘણા દેશો એવા પણ છે કે જ્યા કોરોનાના પ્રતિબંધો હવે ધીરે ધીરે હટી રહ્યા છે. સૌથી વધારે કોરોનોના કહેર યુરોપમાં જોવા મળ્યો હતો પરંતુ હવે તો યુરોપમાં પણ પ્રતિબંધો હટી રહ્યા છે. 

બ્રિટેનમાં માસ્ક મરજીયાત 

બ્રિટેનમાં હવે માસ્કને મરજીયાત કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ ડેનમાર્કની સરકારનું કહેવું છે કે કોરોના હવે કોઈ ગંભીર બીમારી નથી જેથી પ્રતિબંધો પણ હટાવામાં આવશે. બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે અમે કોરોના સાથે જીવવાનું શીખી રહ્યા છે. પરંતુ એ ધ્યાન પણ રાખવું પણ જરૂરી છે કે કોરોના હજુ ગયો નથી. 

મોટી સંખ્યામાં વૃદ્ધો અને બાળકો સંક્રમિત 

બ્રિટેનમાં ભલે પ્રતિબંધો હટી રહ્યા છે. પરંતુ  અહિયા ઓમિક્રોનનો આતંક યથાવત છે. મોટી સંખ્યામાં અહિયા બાળકો અને વૃદ્ધો સંક્રમિત થયા છે. જોકે ગત ગુરુવારે અહિયા માસ્ક મરજિયાત કરી દેવામાં આવ્યું છે. સાથેજ સાર્વજનિક સ્થળો પર કોવિડ પાસ મરજિયાત કરી દેવામાં આવ્યા છે અને  વર્ક ફ્રોમ હોમની સલાહ પણ સરકાર દ્વારા પરત લઈ લેવામાં આવી છે. 

નેધરલેન્ડમાં બધાજ પ્રતિબંધો હટ્યા 

નેધરલેન્ડમાં પણ ગત બુધવારે કોરોનાના બધા પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. અહીયા બાર રેસ્ટોરન્ટ ખોલી દેવામાં આવ્યા છે. ઓમિક્રોનને કારણે અહીયા ગત 19 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કડક લોકડાઉન લગાવામાં આવ્યું હતું. પરંતુ હવે પ્રતિબંધોથી રાહત આપવામાં આવી છે. જોકે અહિયા માસ્ક હજુ પણ ફરજિયાત રાખવામાં આવ્યું છે. 

ડેનમાર્કે કોરોનાને ગંભીર બિમારી ન ગણાવી 

ડેનમાર્ક પહેલો એવો દેશ બન્યો છે કે જેણે કોરોનાને ગંભીર બીમારીની કૈટેગરીથી બહાર કરી કાઢ્યો છે. 1 ફેબ્રુઆરીથી અહિયા બધુજ નોર્મલ થઈ જશે. ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્શને કહ્યું કે મોટા ભાગના પ્રતિબંધો ડેનમાર્કમાંથી હટાવી દેવામાં આવશે. હવે અહીયા માસ્ક અને આઈસોલેટ થવાના નિયમોને પણ હટાવી દેવામાં આવશે.

સ્પેનમાં કોરોના હવે સામાન્ય ફ્લૂ 

સ્પેનમાં કોરોનાને હવે સામાન્ય ફ્લૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથેજ ત્યાના વડાપ્રધાન પેડ્રો સૈચેંજ દ્વારા યૂરોપીયન યૂનિયનને અપીલ કરવામાં આવી કે તે પણ આ બદલાવોને લઈને વિચાર કરે. સાથેજ તેમણે કહ્યું કે ઓમિક્રોને આપણાને બતાવ્યું કે આ બિમારી હવે ઓછી ઘાતક થઈ  રહી છે. જેથી મહામારી પછી હવે દુનિયા જોવી પડશે. 

WHOનું નિવેદન 

ઉલ્લેખનીય છે કે કોરોનાના પ્રતિબંધો હટવાને લઈને WHO દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે માત્ર કેસની સંખ્યા ઘટે તે મહત્વનું નથી પરંતુ તેની ગંભીરતા કેટલી છે અને તેની અસર કેટલા પ્રમાણમાં છે તે પણ જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ