બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Corona crisis CM Bhupendra Patel has called meeting immediately health minister report tomorrow PM Modi can discuss

તૈયારી / કોરોના સંકટ: CM ભૂપેન્દ્ર પટેલે તાબડતોબ બોલાવી બેઠક, આરોગ્યમંત્રી આપશે રિપોર્ટ, તો કાલે PM મોદી મુખ્યમંત્રીઓ સાથે કરી શકે ચર્ચા

Kishor

Last Updated: 04:38 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર અલર્ટ બની છે અને કોરોનાને લઈ રાજ્યની હાલની સ્થિતિ શુ છે તે જાણવા અંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સમીક્ષા કરશે.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કરશે કોરોનાની સમીક્ષા
  • આરોગ્ય મંત્રી અને અધિકારીઓની હાજરીમાં થશે સમીક્ષા
  • કેન્દ્રિય આરોગ્ય મંત્રીની બેઠક બાદ કરશે સમીક્ષા

કોરોનાના BF 7 વેરિયન્ટએ વિશ્વ આખામાં ઉપાધિ ઉભી કરી છે. ચીનમાં કોરોનાએ કહેર મચાવવાનું શરૂ કરતા હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાનો હાઉ ઉભો થયો છે.આવી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં કામ કરી રહી છે. ગઈકાલે રાજયના મોટા ભાગના શહેરોમાં ઉચ્ચકક્ષાએથી આદેશ છૂટ્યા બાદ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સીઝન પ્લાન્ટની વ્યવસ્થા વધારાઈ છે. તેવામાં પાણી પહેલા પાળ બાંધવાની માફક કોરોના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરશે.બીજી બાજુ કોરોના વાયરસને પરિસ્થિતિને લઈને સમીક્ષા માટે આવતીકાલે ભારતના તમામ મુખ્યમંત્રીઑ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે કોવિડ-19 માટે સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રતિક્રિયાની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરશે

કોરોનાને લઈને રાજ્યમાં કેવી સ્થિતિ છે અને કોરોનાને ભરી પીવા કેવા પ્રકારના આગોતરા આયોજનો તેમજ તૈયારીઓ છે તે મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરશે. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અને આરોગ્ય ખાતાના સિનિયર અધિકારીઓ પણ હાજરી આપશે. આજે બપોરે ત્રણ વાગ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ અને તૈયારીઓને લઈને બેઠક કરી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીની બેઠક બાદ સમીક્ષા કરવામાં આવશે.

ગઈકાલે કેબિનેટની બેઠકમાં પણ કોરોના મુદ્દે થઈ  ચર્ચા 

ચીનમાં કોરોનાની ભયાનક સ્થિતિને જોતાં ભારત પહેલાથી જ સતર્ક થઈ ગયું છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ કોરોના પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. આજની આ બેઠકમાં કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલાઓ મુદ્દે સૂચના આપવામાં આવી હતી. 

કોરોનાને લઈને દેશભરની હોસ્પિટલોમાં થશે મોક ડ્રીલ

બીજી બાજુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે કહ્યું કે, મંગળવારથી દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. મંત્રાલય ક્રિસમસ અને નવા વર્ષને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રોગચાળો હજી સમાપ્ત થયો નથી. તહેવારોની સિઝન દરમિયાન, કોવિડ-યોગ્ય વર્તનને અનુસરવા માટે જાગૃતિ ફેલાવવી હિતાવહ છે. આ સાથે સરકારે કોવિડ માટે ટુ-ડ્રોપ નાકની વેક્સિનને પણ મંજૂરી આપી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, જેમણે કોવિશિલ્ડ અને કોવેક્સિન લીધું છે તેઓ તેને હેટેરોલોગસ બૂસ્ટર તરીકે લઈ શકે છે. તેને આજથી રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યું છે અને તે Cowin એપ્લિકેશન પર દેખાશે. હાલમાં આ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ