બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / corona china hongkong omicron BA.2 india new wave says expert

ભણકારા / ચીન-હોંગકોંગે વધારી ચિંતા, શું હવે ભારતમાં આવશે કોરોનાની નવી લહેર? જાણી લો એક્સપર્ટનો જવાબ

Dhruv

Last Updated: 11:30 AM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં ફરીથી વધતા જતા કોરોનાનાં કેસોએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. ત્યારે હવે ભારતને લઈને પણ સવાલો ઉઠી રહ્યાં છે કે શું હવે ભારતમાં પણ ફરીથી કોરોનાની નવી લહેર જોવા મળશે?

  • ચીનમાં 5000 સુધી કોરોનાના કેસો નોંધાઈ રહ્યાં છે
  • ચીનમાં અનેક જગ્યાઓ પર લોકડાઉન લાગુ, મૂકાયા કડક પ્રતિબંધો
  • ભારતમાં કોરોનાની નવી લહેરને લઇ એક્સપર્ટનો જવાબ

ઝીરો કોવિડ પોલિસીનું ચુસ્તપણે પાલન કરનાર ચીન એક વાર ફરી કોરોનાના વધતા જતા કેસોના કારણે ચિંતિત થઈ ગયું છે. કારણ કે ચીનમાં હવે સ્થિતિ એટલી વિસ્ફોટક બની ગઈ છે કે, હવે ફરીથી ઘણાં વિસ્તારોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે અને લોકો પર કેટલાંક પ્રકારનાં નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં છે. હાલમાં, ચીનમાં ઓમિક્રોનના સબવેરિઅન્ટના કારણે BA.2 કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.

સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલો આ સબવેરિઅન્ટ હવે ચીન સિવાય પશ્ચિમ યુરોપમાં પોતાની ઉપસ્થિતિ દેખાડી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એમ માને છે કે, BA.2 પાસે ગ્રોથ એડવાન્ટેજ જરૂર છે પરંતુ તે જીવલેણ નથી. કારણ કે ચીન જેવાં દેશો શૂન્ય કોવિડ પોલિસી પર વધારે ભાર મૂકે છે. જેના કારણે ત્યાં હર્ડ ઇમ્યુનિટી સ્ટેજનો જન્મ થઈ શક્યો નથી. સંપૂર્ણ ફોકસ રસીકરણ પર આપવામાં આવ્યું. એ સિવાય વેક્સિનને લઈને કેટલાંક ભ્રામક સમાચાર પણ ત્યાં વાયરલ થયા હતાં જેની અસર ચીનમાં પણ જોવા મળી હતી.

શું ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર?

હવે આ ટ્રેંડને જોતા એવાં સવાલ ઊભા થઇ રહ્યાં છે કે, શું ભારતમાં પણ કોરોનાની વધુ એક નવી લહેર આવશે? જેમ કે, ચીન, પશ્ચિમી યુરોપ અને હોગકોંગમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યાં છે, તો શું ભારતમાં પણ એક વાર ફરી કોરોનાની ગંભીર પરિસ્થિતિ ઊભી થશે? આની વિશે કોવિડ ટાસ્ક ફોર્સના વડા નરેન્દ્રકુમારનું કહેવું છે કે, ભારતમાં BA.2 ના કારણે કોરોનાના કેસ વધવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. તેમના મતે, કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ભારતમાં 75% કેસ BA.2 સબવેરિઅન્ટના હતાં. આવી સ્થિતિમાં, IIT કાનપુર કે જે જૂનમાં નવી લહેરની આગાહી કરી રહ્યું છે, તેમાં વધુ દમ નથી દેખાતો.

ડૉ. રાજીવનું પણ માનવું છે કે, ભારત અને ચીનની પરિસ્થિતિમાં મોટો તફાવત છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં સંક્રમણ, પુનઃસંક્રમણ અને પ્રગતિશીલ સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે, જેના કારણે અહીંના લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં થોડોક વધારો થયો છે. ડૉ. રાજીવનું માનીએ તો આ કારણોસર ત્રીજી લહેર દરમિયાન કેસ જેટલાં ઝડપથી વધ્યાં, તેટલી જ ઝડપથી ઘટી પણ ગયા છે.

ભારત અને ચીનની પરિસ્થિતિમાં છે મોટો તફાવત

પરંતુ આ બધાની વચ્ચે વેક્સિનના બૂસ્ટર ડોઝને લઇને સતત ચર્ચા થતી રહી. ભારતમાં 60 ઉંમરથી વધારે ઉંમરવાળા લોકો માટે બૂસ્ટરને જરૂરથી મંજૂર કરવામાં આવ્યો પરંતુ હજુ તે તમામની માટે અનિવાર્ય નથી. આની વિશે ડૉક્ટર જયદેવન જણાવે છે કે, બીજો ડોઝ લાગ્યા બાદ જે પણ આગામી વેક્સિનનો ડોઝ લાગે છે, તે પહેલાંની તુલનામાં ઘણો નબળો હોય છે. તેઓએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ભારતમાં જે વેક્સિન હાલમાં આપવામાં આવી રહી છે તે ઓમિક્રોનને કવર નથી કરતી. પરંતુ અભ્યાસના આધારે એટલો ખ્યાલ જરૂરથી આવી ગયો કે, વેક્સિનના બે ડોઝ લેવાથી બીમારી ઘાતક નથી થતી અને દર્દીને બચાવી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ