બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / contraceptive use can be very harmful be alert impact on fertility power

વિચારજો / ધ્યાન રાખજો! આ ગોળીઓ ખાવાથી શરીરને થાય છે મોટું નુકસાન, ક્યારેય બાળક ન થવાનું જોખમ

Premal

Last Updated: 01:22 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલના યુવાનો લગ્ન બાદ તરત પોતાનો પરિવાર વધારવા ઈચ્છતા નથી. કારણકે સૌથી પહેલા તેઓ બંને એકબીજાને સમજવા માંગે છે અને પોતાની કારકિર્દીને આગળ વધારવા માગે છે. એવામાં કોન્ટ્રાસેપ્ટિવ એટલેકે ગર્ભનિરોધકનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

  • જો મહિલાઓ આ ગોળીઓ ખાશે તો થશે મોટું નુકસાન
  • ગર્ભ નિરોધક ગોળીઓના વધુ ઉપયોગથી ફર્ટિલિટી પાવર પણ પડે છે નબળો
  • રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ દ્વારા કરાયેલા સર્વેમાં આવી ચોંકાવનારી વિગતો 

સમયસર ગર્ભધારણ કરવા શું કરશો?

ભારતના ઈતિહાસમાં આવુ પ્રથમ વખત બન્યું છે, જ્યાં ગર્ભનિરોધકના વધી રહેલા ઉપયોગને પગલે ટોટલ ફર્ટિલિટીરેટ એટલેકે ટીએફઆરમાં આવેલી કમી રિપ્લેસમેન્ટના સ્તરથી પણ નીચે ઉતરી છે. તમારી ચિંતા વધારનારી વાત એ છે કે ગર્ભ નિરોધક ગોળીઓના વધુ ઉપયોગ કરવાથી ફર્ટિલિટી પાવર પણ કમજોર થાય છે. એવામાં તમારે આ ગોળીને ખાતા પહેલા થોડું સમજવુ જોઈએ. તો આવો જાણીએ કે આ ફર્ટિલિટી શું હોય છે? શું ગર્ભ નિરોધક ગોળીઓનો ઉપયોગ કરવાથી ફર્ટિલિટી પાવર ઓછો થાય છે? જો તમારે સમયસર ગર્ભ ધારણ કરવુ છે તો શું કરવુ?

સર્વેમાં સામે આવ્યું

મીડિયા રિપોર્ટસ મુજબ, તાજેતરમાં રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે 2015-16 બાદ ફેમિલી પ્લાનિંગ માટે ગર્ભ નિરોધકની આધુનિક રીત અપનાવવામાં 8.7 ટકાનો વધારો થયો છે. જોકે, આ સારી વાત છે. આ એ વાત તરફ ઈશારો થઇ રહ્યો છે કે ભારતમાં વસ્તીમાં વધારો ઘટી રહ્યો છે. આ સર્વે બાદ બર્થ કંટ્રોલ અને ઈનફર્ટિલિટીના વચ્ચેના સંબંધો અંગે એક નવી ચર્ચા છેડાઈ છે. 

જાણો શું હોય છે ઈનફર્ટિલિટી?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવુ છે કે વંધ્યત્વ પુરૂષ અથવા મહિલા પ્રજનન પ્રણાલીનો એક વિકાર છે. જેને 12 મહિના અથવા તેનાથી વધુ સમય સુધી જાતિય સમાગમ કર્યા બાદ પણ ગર્ભધારણ કરવામાં અસમર્થ હોવાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. વર્તમાન સમયમાં વંધ્યત્વની સમસ્યાથી વિશ્વભરના લાખો દંપત્તિઓ ઝઝૂમી રહ્યાં છે. માનવામાં આવે છે કે વંધ્યત્વ ઘણાં કારણોથી થાય છે. જેમકે, ટ્યુબલ ડિસઓર્ડર (બ્લોક્ડ ફેલોપિયન ટ્યુબ), યુટેરસ ડિસઓર્ડર (એન્ડોમેટ્રિયોસિસ), જન્મજાત વિકાર (સેપ્ટેટ યુટેરસ), ઓવરી ડિજીજ (પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ) અને હાર્મોનલ અસંતુલન. આ સાથે સંભવિત રૂપથી એક જેનેટિક કન્ડીશન પણ અન્ય કારણ જણાવવામાં આવ્યું છે. દેશમાં પરિવાર નિયોજન માટે સૌથી વધારે કોન્ડોમ, ટેબલેટ, વઝાઈનલ રિંગ્સ, ગર્ભ નિરોધક ઈન્જેક્શન અને ઈન્ટ્રોટરીન ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ગર્ભધારણ કરવાની યોજના વખતે તમારે આ વસ્તુનો ઉપયોગ બંધ કરવાનો હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ