બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress MLA strikes in Legislative Assembly over liquor concession in Gift City
Last Updated: 03:07 PM, 21 February 2024
GIFT City liquor news : ગુજરાત વિધાનસભાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસના ધારાસભ્યએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ કેમ આપવી પડી તેવો સવાલ કર્યો છે. આ સાથે કહ્યું કે, ગુજરાત વેપારી અને ઉધોગ માટે વર્ષોથી જાણીતુ છે તો ઉધોગપતિ બે-ત્રણ દિવસ આવે અને દારૂ ન પીવે તો તે મરી ન જાય. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, સરકારે જવાબ આપવો પડશે કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલને ભુલીને ગાંધીનગરની નજીક ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ કેમ આપી ?
ADVERTISEMENT
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ કેમ આપવી પડે તેવો સવાલ કર્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત વેપાર માટે જાણીતું છે તો ઉધોગપતિ બે ત્રણ દિવસ આવે અને દારૂ ન પીવે તો તે મરી નથી જવાના. સરકારે જવાબ આપવો પડશે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને ભુલીને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ કેમ આપી ? આ સાથે કોંગ્રેસ ધારાસભ્યએ ગુજરાતમાં ડ્રગ્સના વધી રહેલી ગતિવિધિઓની પણ ચિંતા કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: Ruchir Dave બનશે Appleના નવા બોસ, ગુજરાતની આ કૉલેજમાંથી કર્યું છે ગ્રેજ્યુએશન
MLA શૈલેષ પરમારે કહ્યું કે, ગુજરાતમાં 6200 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. આ સાથે તેમણે ડ્રગ્સ માટે સ્પેશિયલ સ્કોર્ડ બનાવવાની માગણી કરી હતી. ધારાસભ્ય શૈલેષ પરમારે દાવો કર્યો છે કે, રાજ્યમાં 53 લાખ વિદેશી બોટલ દારૂ અને 47 લાખ બીયરની બોટલ પકડાઇ એટલે કે વિદેશી દારૂ 264 કરોડનો દારૂ અને 15 કરોડનો બીયરનો જથ્થો પકડાયો છે. આ સાથે તેમણે રાજ્યની જેલમાં કેપેસિટી કરતા વધુ કેદીઓ હોવાનો પણ દાવો કરતાં કહ્યું કે, ગુનાઓ વધ્યા હોવાના કારણે કેદીઓની સંખ્યા વધી છે. શૈલેષ પરમારે દાવો કર્યો કે, રાજ્યની જેલમાં 15 હજાર કરતા વધુ કેદીઓ છે. આ કેપેસિટી કરતા 3000 થી વધુ કેદીઓ છે તેવો વિધાનસભા ગૃહમાં શૈલેષ પરમારે દાવો કર્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.