બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Congress MLA Ganiben Thakor said that the concession of liquor in Gift City is reprehensible

નિવેદન / 'દારૂડિયાઓ અને બુટલેગરોને ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી, નિર્ણય કલંક સમાન': MLA ગેનીબેન ઠાકોર ભડક્યા

Dinesh

Last Updated: 01:12 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news: કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય છે, સરકારે ગુજરાતને કલંક લગાડવા નિર્ણય લીધો છે

  • ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો મુદ્દો
  • કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરનું નિવેદન 
  • ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય: ગેનીબેન 
  • "સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી"


ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)ખાતે વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને MLA ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું  કે, કોઈ વ્યક્તિ દારૂ પીધેલો ઝડપાશે તો ગિફ્ટ સિટીનું નામ આવશે

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું કંઇક આવું...

રાજ્ય સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી: ગેનીબેન ઠાકોર
કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય છે. રાજ્ય સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી છે. સરકારે ગુજરાતને કલંક લગાડવા નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, કોઈપણ માણસ દારૂ પીને પકડાશે અને ક્રાઈમ કરશે તો એક જ વાત આવશે કે તેને ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે. વધુમાં કહ્યું કે,સ ગુજરાતના દારૂડિયાઓ અને બુટલેગરોને દારૂ માટે માઉન્ટઆબુ અને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું તેની જગ્યાએ ગુજરાત સરકારે તેમને ગુજરાતમાં જ વ્યવસ્થા કરી આપી છે. ગુજરાત સરકારે ગુજરાતને કલંક લગાડવા માટેનો જે નિર્ણય લીધો છે તેને અમે વખોડીયે છીએ. વધુમાં ઉમેર્યું કે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ.

શક્તિસિંહએ શુ કહ્યું હતું
ગઈકાલે કોંગ્રેસનાં રાજ્યસભાનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તસિંહ ગોહિલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય છે. આ નિર્ણય ઘાતક અને દુઃખદ છે. ગુજરાતમાં દારૂબંધી છે તો સલામતી છે. 

કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલના પ્રહાર
ગાંધીનગ ગિફ્ટ સિટીમાં ડાઇન અને વાઇન પરમિટ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલએ જણાવ્યું કે, ભાજપની સરકારે નિંદનીય નિર્ણય લીધો છે અને હોટેલ અને રેસ્ટોરન્ટમાં દારુની પરમીટી આપી છે. દારુ બંધી નશા નિવારણ ખાતામાં બદલાવનો સંકેત આપ્યો છે.  વધુમાં કહ્યું કે, આ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ભૂમી છે. નશાની છૂટ છાટથી વિદેશી કંપનીઓ આવી પહોચશે તે વાત તદ્દન ખોટી છે. ગુજરાતી અને ગજરાતની ભૂમી આ ક્યારેય સ્વીકારશે નહી. છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકારમાં શેરીએ શેરીએ દારુ મળતુ થયુ છે. વધુમાં કહ્યું કે, ગુજરાતની જનતા શાંતીપ્રિય જનતા છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ