બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / congress leader kapil sibbal birthday party dinner held all big leaders were present

રાજકારણ / ગાંધી પરિવારની ગેરહાજરીમાં કોંગ્રેસી નેતાએ આપી પાર્ટી, આ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

Mayur

Last Updated: 11:15 AM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસનાં દિગ્ગજ નેતાએ જન્મદિવસ બાદ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું જેમાં વિપક્ષના મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને તેમણે ભાજપને ઘેરવા અંગે ચર્ચા કરી હતી.

  • ગાંધી પરિવારની ગેરહાજરીમાંકપિલ સિબ્બલની પાર્ટી 
  • દિગ્ગજ વિપક્ષી નેતાઓની હાજરી 
  • રાહુલ ગાંધી શ્રીનગર પ્રવાસે અને પ્રિયંકા વિદેશ પ્રવાસે 

સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષ દ્વારા સરકારને સતત ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચોમાસું સત્રમાં સતત હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી એક પણ દિવસ સરખી રીતે ચાલી શકી નથી. આઅ ઘટનાઓ વચ્ચે કોંગ્રેસ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. 

કપિલ સિબ્બલના જન્મદિવસે પાર્ટી 
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનો જન્મ દિવસ તાજેતરમાં ગયો હતો. તેમણે ગાંધી પરિવારના સભ્યોની ગેરહાજરી વચ્ચે ભોજન સમારંભ રાખ્યો હતો. રાહુલ ગાંધી શ્રીનગર મુલાકાતે ગયા હતા અને પ્રિયંકા વિદેશમાં છે એવા સમયે આ સમારંભમાં ગાંધી પરિવારના સભ્યો હાજર રહી શક્ય નહોતા. પરંતુ આ સમારંભમાં વિપક્ષના બીજા ઘણાં મોત નેતાઓએ હાજરી આપી હતી. કપિલ સિબ્બલ G-23 ગ્રૂપના પણ સદસ્ય છે જેનાં પગલે આ પાર્ટી ચર્ચાનો વિષય બની હતી. 

કયા નેતાઓ રહ્યા હાજર?
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનાં આ સમારંભમાં શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, સંજય રાવત, ડેરેક ઓબ્રાયન સહિતના નેતાઓએ હાજરી આપી હતી. કોંગ્રેસનાં G-23 ગ્રૂપના ગુલામ નબી આઝાદ, ભૂપેન્દ્ર હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી, શશી થરૂર, સંદીપ દીક્ષિત પણ હાજર રહ્યા હતા. 

વિપક્ષી એકતા વિશે કોણે  શું કહ્યું?
એક સમાચાર અનુસાર આઅ ભોજન સમારંભમાં કપિલ સિબ્બલે રાજકીય રંગ આપતા જણાવ્યું હતું કે ભાજપ સામે હવે એક મજબૂત મોરચાની જરૂર છે. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે કપિલ સિબ્બલ જે મુદ્દો ઉઠાવે છે તે પક્ષની અંદર હોય કે બહાર તેમની વાત સાથે સહમત તો થવું પડે કારણ કે તે સાચા મુદ્દા છે. કપિલ સિબ્બલ પક્ષના એક વફાદાર સિપાહી છે. પક્ષની અંદર જે બને તે પક્ષનો અંદરનો વિષય છે. 

લાલુએ શું કહ્યું?
રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે વિપક્ષને એક થવાની જરૂર છે. લાલુપ્રસાદે કહ્યું હતું કે અહીં જે નેતા હાજર છે એમનામાં એ તાકાત છે. તેમણે કપિલ સિબ્બલના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ હંમેશા જરૂરિયાતના સમયે કામ લાગ્યા છે અને જ્યારે કોઈ મુશ્કેલી પડે ત્યારે તેઓ કપિલ સિબ્બલને યાદ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ