બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress leader Amit Chavda's statement regarding the fire in the Secondary Service Selection Board office in Gandhinagar

ગાંધીનગર / 'ખરેખર આગ લાગી કે લગાવવામાં આવી', ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં આગ લાગ્યા મુદ્દે અમિત ચાવડાનો સવાલ

Malay

Last Updated: 02:12 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસમાં આગ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ઓફિસમાં ખરેખર આગ લાગી હતી કે આગ લગાવવામાં આવી તે મોટો સવાલ છે.

  • ઓફિસમાં આગ મામલે નિવેદન
  • કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન
  • "આગી લાગી કે લગાવવામાં આવી તે સવાલ"

ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસમાં આગ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ આ મામલે સવાલ ઉઠાવતા કહ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળમા આગ લાગી હતી કે લગાડવામા આવી હતી?

ગુજરાતનું ભરતી કાંડ વ્યાપમ કાંડ કરતા પણ મોટુંઃ અમિત ચાવડા
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, 'ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લીધા પછી ગુજરાતનો યુવાન જ્યારે રોજગાર મેળવવા માટે સરકારી કચેરીમાં ફોર્મ ભરે છે અને જ્યારે પરીક્ષા યોજાય ત્યારે વારંવાર પેપરો ફૂટી જાય, ડમીકાંડ બહાર આવે, ડુપ્લિકેટ સર્ટિફિકેટોના કાંડ બહાર આવે છે. હું માનું છું કે ગુજરાતનું ભરતી કાંડ વ્યાપમ કાંડ કરતા પણ મોટું છે. જો તપાસ થશે તો ગુજરાતમાં ભરતીનું વ્યાપક કૌભાંડ સામે આવશે.' 

ગુજરાતના યુવાનોને આગને લઈને છે શંકા
તેમણે જણાવ્યું કે, એકબાજુ ડમીકાંડ પકડાતું હોય, બીજી બાજુ ચોરીકાંડ થતાં હોય, ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડ થતાં હોય, મોટા  પ્રમાણમાં લોકો આ કૌભાંડનો લાભ લઈને સરકારમાં નોકરીઓમાં બેઠા હોય તેની તપાસમાં ક્યાંક પુરાવા બહાર ન આવી જાય, મોટા માથાઓની સંડવણી બહાર ન આવી જાય એટલા માટે આજે ગુજરાતના યુવાનોને લાગ્યું છે કે આવી આગ લાગી છે કે લગાડવામાં આવી છે.

તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે
અમારી માંગ છે કે સરકારે SITની રચના કરીને હાઈકોર્ટના જજના નેતૃત્વમાં છેલ્લા 27 વર્ષમાં કરેલી તમામ ભરતીની તપાસ કરાવવી જોઈએ. જો યોગ્ય રીતે તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. ગુજરાતના યુવાનોને લાગી રહ્યું છે કે શું ખરેખર આગ લાગી છે કે આગ લગાડવામાં આવી છે. 

ટ્વિટ કરીને કહ્યું- પુરાવા થયા ભસ્મીભૂત…
આ પહેલા તેમણે ટ્વિટ કરીને આ મામલે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટ્વિટમાં લખ્યું કે, 'ગુજરાતના યુવાધનના મનમાં ભારે રોષ અને ભવિષ્યની ચિંતા છે. પેપરકાંડ, ડમીકાંડ, સર્ટિફિકેટ કાંડ, ચોરીકાંડ… સમગ્ર ભરતીકાંડના સૂત્રધારો કોણ છે ? ગુજરાતના ભરતીકાંડ ,જે સમગ્ર દેશમાં વ્યાપમકાંડ કરતા પણ વધુ વ્યાપક છે.  પુરાવા થયા ભસ્મીભૂત….! સૌના મનમાં એક જ શંકા …આગ લાગી છે કે લગાડવવામાં આવી છે?'

કર્મયોગી ભવનમાં લાગી હતી આગ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં આગની ઘટના બની હતી. કચેરીના બ્લોક નં.2માં પ્રથમ માળે આગ લાગતા અફરા તફરી મચી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમા આગના બનાવના પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના પગલે ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓ કચેરીમાંથી બહાર દોડી આવ્યા હતાં. જે બનાવના પગલે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, સ્ટ્રોંગ રુમમાં કોઈ તકલીફ નથી, પેપર વગેરે સલામત છે. જે રુમમાં આગ લાગી હતી ત્યાં ફક્ત ફર્નીચર બળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ