બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Cold wind triggers diseases like migraine and sinusitis
Last Updated: 03:08 PM, 17 January 2024
ADVERTISEMENT
આ દિવસોમાં ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તીવ્ર ઠંડીના કારણે લોકોને અનેક બીમારીઓ થઈ રહી છે. ઉધરસ, શરદી, તાવ વગેરેની સાથે શિયાળામાં માથાનો દુ:ખાવો પણ વધી રહ્યો છે. ઠંડો પવન માઇગ્રેન અને સાઈનસાઈટીસ જેવા રોગોને ઉત્તેજિત કરે છે. જેમ તાપમાન ઘટે છે તેમ માઈગ્રેન એટેકનું જોખમ પણ વધી જાય છે. જો કે, તમારી જીવનશૈલી અને આદતોમાં થોડો ફેરફાર કરીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. પરંતુ સૌથી પહેલા માઈગ્રેનના કારણો જાણવા જરૂરી છે.

ADVERTISEMENT
આ કારણે શિયાળામાં માઈગ્રેનની સમસ્યા વધી જાય છે
તાપમાનમાં પરિવર્તન સાથે-સાથે લોકોની બગડેલી જીવનશૈલી, ખાનપાન વગેરે પણ માઈગ્રેનના મુખ્ય કારણો છે. આ સાથે વધુ પડતો પ્રકાશ, દારૂનું સેવન અને તણાવને કારણે પણ માઇગ્રેનની સમસ્યા વધી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં મતે તાપમાનમાં ઘટાડો થવાની સીધી અસર માઈગ્રેન પર પડે છે. જેમ તાપમાન ઘટે છે તેમ બેરોમેટ્રિક દબાણ ઘટે છે. આ જ કારણ છે કે માઈગ્રેનનો દુ:ખાવો શરૂ થઈ જાય છે. ક્યારેક તેના કારણે કાનમાં દુ:ખાવો પણ થાય છે. આ સાથે, ઠંડા અને સૂકા પવનને કારણે સાઇનસ મેમ્બ્રેન ડીહાઇડ્રેટ થઈ જાય છે. જેનાથી માથાનાં દુ:ખાવાની સમસ્યા પણ વધી જાય છે. ઠંડા હવામાનમાં લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી. જેના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા સર્જાય છે. જે માઇગ્રેનને ઉત્તેજિત કરે છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: પ્રેગ્નન્સીમાં મહિલાઓએ ભૂલથી પણ ન ખાવી જોઇએ આ ચીજ, નહીં તો બંનેના સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
ઠંડો પવન પણ માઈગ્રેનને પ્રોત્સાહન આપે છે
સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ તાપમાનમાં ફેરફાર મગજની રક્ત વાહિનીઓના સંકોચન અને વિસ્તરણને અસર કરે છે. આનાથી મગજમાં સોજો આવે છે. જેના કારણે માઈગ્રેનનો દુ:ખાવો થાય છે. તે જ સમયે તાપમાન ઘટવાથી મગજમાં રસાયણોના સ્તરને અસર થાય છે. આ રસાયણોમાંથી એક સેરોટોનિન છે. જે પીડાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે સેરોટોનિનનું સ્તર ઘટે છે ત્યારે તે આધાશીશીના લક્ષણોને ઉત્તેજિત કરે છે. બીજી તરફ ઠંડો પવન પણ માઈગ્રેનને પ્રોત્સાહન આપે છે. ઠંડા પવન થર્મોરેગ્યુલેશનની પ્રક્રિયાને અસર કરે છે. જે રક્ત પ્રવાહને અસર કરે છે. જેના કારણે માઈગ્રેન થવાનો ડર રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.