ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cold weather continues in the state including Ahmedabad
Last Updated: 10:41 AM, 24 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે નવસારીમાં 8 ડિગ્રી સાથે ઠંડું શહેર રહેવા પામ્યું હતું. રાજ્યમાં 6 શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેરોમાં 12 ડિગ્રી આપસાપસ તામાન નોંધાયું છે. છેલ્લા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે.
રાજ્યમાં નોંધાયેલ તાપમાન
રાજ્યનાં અમુક શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો મહુવામાં 10.5, વડોદરામા 11, ડીસામાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 11.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમ્યાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. તેમજ ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. જ્યારે તાપમાનનો પારો 13 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
શિયાળાની 70 ટકા સીઝન પૂર્ણઃ પરેશ ગોસ્વામી (હવામાન નિષ્ણાંત)
આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે, હાલ શિયાળાની 70 ટકા સીઝન પૂર્ણ થઈ ગઈ છે. શિયાળાની સીઝન દરમ્યાન બે થી ત્રણ રાઉન્ડ સારા હતા. આ વર્ષે અલનીનોને કારણે ઠંડી ખૂબ જ ઓછી રહેવા પામી હતી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક: વિવિધ મુદ્દાઓ પર ચર્ચા, હરણી લેક દુર્ઘટનાને પણ આવરી લેવાશે!
આ તારીખ બાદ વધશે તાપમાનનો પારો
તેમજ વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે. અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે. ત્યારે આ વર્ષે 2023-24 માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાથી તાપમાન વધતું હોય છે. તેમ 15 ફેબ્રુઆરીથી તાપમાનનો પારો વધવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.