બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel Corona positive

ગાંધીનગર / BIG BREAKING: CM ભૂપેન્દ્ર પટેલ કોવિડ પોઝિટિવ, હોમ આઈસોલેટમાં રખાયા

Vishnu

Last Updated: 06:26 PM, 29 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ  હોમ આઇસોલેશનમાં છે. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે

  • CM ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ 
  • કોવિડના લક્ષણ જણાયા બાદ કરાવ્યો હતો ટેસ્ટ
  • CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રખાયા

ગુજરાતના આરોગ્યમંત્રી કોરોનાને માત આપી પરત ફર્યા છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના હળવા લક્ષણ જણતા તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મુખ્યમંત્રી પટેલની સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામા આવ્યું છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આજની કેબિનેટ બેઠક પણ કરી હતી રદ્દ
મહત્વનું છે કે ગઈકાલે મંગળવારે મુખ્યમંત્રી લોકોને મળતા હોય છે પણ કાલનો આ કાર્યક્રમ તેમજ આજની કેબિનેટ બેઠક બંને રદ્દ કરવામા આવતા અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું. ગઈકાલે રાત્રે જ ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો હોવાના આશંકા દર્શાવતા વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી. સીએમએ 2 દિવસથી તબિયત ખરાબ હોવાને લીધે કોઈ જાહેર કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. મહત્વનું છે કે ગત સપ્તાહે જ મુખ્યસચિવ પંકજ કુમારને પણ કોરોના થયો હતો.એ અગાઉ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

રથયાત્રામાં ભાગ નહીં લઈ શકે
આ તરફ રથયાત્રાને આડે હવે ગણતરીના 3 દિવસો જ રહ્યા છે. આજથી જ અનેક રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રથયાત્રામાં ભાગ લેવા અને વિધિઓમાં હાજર રહેવા જવાના હતા પણ કોરોના પોઝિટિવ આવતા તેઓ રથયાત્રામાં નહીં જોડાઈ શકે, જો કે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રથયાત્રાના કાર્યક્રમ અંગે સીએમઓ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી

  • CMને કોરોના થતાં વર્ષોની પહિંદવિધિની પરંપરા તૂટશે 
  • પહિંદવિધિ કોણ કરશે તેને લઇને કોઇ ઔપચારિક જાહેરાત નહીં
  • રથયાત્રા પહેલા થતી પહિંદવિધિ CM કરતા હોય છે 
  • રથયાત્રાના પ્રસ્થાન પહેલા થતી હોય છે પહિંદવિધિ

ગઈકાલના ગુજરાતના કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં છે ત્યારે લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી રહ્યું છે. તેવામાં ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. મંગળવારે 500ની નજીક કોરોનાના કેસ પહોંચી જતા ચિંતાના વાદળો ઘેરાયા છે. ગઈકાલે રાજ્યમાં નવા 475 કેસ નોંધાતા એક્ટિવ કેસ 2893 પર પહોંચ્યા છે. તો 98.88 ટકા રિકવરી રેટ છે.

કયા કેટલા કોરોના કેસ?
અમદાવાદ શહેરમાં 211 અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 76 અને ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 35 અને ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં 17 અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 14, નવારીમાં 12, અમરેલીમાં 10, ગાંધીનગર શહેરમાં 9, કચ્છમાં 8, ભરૂચમાં 7, ગાંધીનગરમાં 7, વલસાડમાં 7, જામનગર ગ્રામ્યમાં 5, રાજકોટ શહેરમાં 5 અને ગ્રામ્યમાં 3, બનાસકાંઠામાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, ખેડામાં 4, આણંદમાં 3, ભાવનગર શહેરમાં 3, પાટણમાં 3, ગીર સોમનાથમાં 2, મહીસાગરમાં 2, સાબરકાંઠામાં 2, પંચમહામાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ