બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Christmas holidays are crowded at tourist spots

વેકેશન ધૂમ / રજાઓ માણવા લોકોના ફેવરિટ ડેસ્ટિનેશન બન્યા ગુજરાતના આ સ્થળ, સુંદર વાતાવરણમાં આહ્લાદક નજારો

Dinesh

Last Updated: 11:12 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નાતાલના પર્વ અંતર્ગત જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર પ્રવાસીઓનું ઘોડાપૂર તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું, આજે દીવ, દમણ સહિત રાજ્યના વિવિધ પ્રવાસી સ્થળો પર ભીડ જોવા મળી

  • દાદરા નગર હવેલીમાં પ્રવાસીઓનો ધસારો
  • જૂનાગઢ ગિરનાર પર્વત પર પ્રવાસીઓ ઉમટ્યા
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં હોટ ફેવરીટ

આજે નાતાલના પર્વ અંતર્ગત જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દર વર્ષે નાતાલના પર્વ નિમિત્તે ગિરનાર પર્વત પર જુનાગઢ સહિત બહારથી પણ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. અહીં પ્રવાસીઓએ દર્શનની સાથે સાથે પર્વતની અહલાદક આબોહવાની મજા માણી હતી. આ તકે પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ગરવા ગિરનાર પર હરવા અને ફરવાની એક અલગ જ મજા હોય છે. રોપ વે ની સવારીમાં ગરવા ગીરનાર પર જવાનો પણ એક અનોખો આનંદ હોય છે. મહત્વનું છે કે નાતાલના પર્વ ઉપરાંત શનિ રવિનો માહોલ હોવાથી પણ  પર્યટકોનો ઘસારો જોવા મળ્યો હતો.

જૂનાગઢ ગિરનાર પર્વત પર પ્રવાસીઓ ઉમટ્યા
નાતાલની રજાઓને લઈ દીવ, દમણ સહિત રાજ્યના વિવિધ પ્રવાસી સ્થળો પર ભીડ ઉમટી છે. દાદરા નગર હવેલીના દૂધની લેક પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો. કાશ્મીરના ડલ લેકમાં જોવા મળતા શિકારાઓએ દૂધનીમાં પણ આર્ષણ જમાવ્યુ છે.. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે પ્રવાસીઓ નાતાલમાં બોટિંગની મજા માણતા જોવા મળ્યા. તો બીજી તરફ જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતુ.. દરવર્ષની જેમ આ વખતે પણ નાતાલના પર્વ નિમિતે જુનાગઢ સહિત બહારથી પણ મોટી સંખ્યામાં પર્યટકો આવ્યા છે. ગિરનાર પર્વત પર પ્રવાસીઓએ દર્શનની સાથે રોપવેની સવારી કરતા જોવા મળ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં હોટ ફેવરીટ
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આજે ક્રિસમસના તહેવારને લઈ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રજાની મોજ માણી રહ્યાં છે..આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે.. .ત્યારે જિલ્લામાં આવેલી તમામ હોટલો અને ટેન્ટ સિટી સહીતનું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયુ છે.. વધુ પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દ્વારા રાજપીપલા ST ડેપોની 30 બસો પણ મુકવામાં આવી છે.


નર્મદા જિલ્લા માં જ્યારથી સ્ટેચ્યુ  ઓફ યુનિટી નું લોકાર્પણ થયું ત્યાર થી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટફેવરિટ બન્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં  પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલ રજાઓમ 50 હજાર  કરતા વધુ પ્રવાસીઓ આવ્યા ત્યારે આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં દિવાળી વેકેશન માં આવેલા પ્રવાસીઓ કરતા પણ વધુ પ્રવાસીઓ નોંધાયા છે.  જે રેકોર્ડબ્રેક કહી શકાય.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ