બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / china pla casualities clash laddakh india soldiers hu xijin tweet

લુચ્ચાઈ / ચીને પોતાના સૈનિકોની જાનહાનીની માહિતી છુપાવી, છતાં ચીની મીડિયાએ કહ્યું કે...

Dharmishtha

Last Updated: 02:07 PM, 17 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 જૂનના રોજ સોમવારે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ગલવાન ખીણમાં આ હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા. જ્યારે ચીનના 43 સૈનિકો પણ માર્યા ગયા અથવા ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ચીન દ્વારા આ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

  • ચીન સરખામણી કરીને જનતાની લાગણીઓને ભડકાવવા નથી માંગતું 
  •  અથડામણોમાં 43 ચીની સૈનિકોના મોત અથવા ઘાયલ થયાના સમાચાર 
  • ચીની મીડિયાએ કહ્યું આ કામ સદ્ભાવના સમાન છે

હવે ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સના એડિટર-ઇન-ચીફ હૂ શીજિન (Hu Xijin)એ ચીનની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના જવાનોની જાનહાની અંગે માહિતી ન આપવાની બાબતને બેજિંગની સદ્ભાવના ગણાવી છે. ટ્વિટ કરીને તેમણે કહ્યું છે કે મને લાગે છે કે ચીને આ એટલા માટે કર્યું છે કે જેથી બંને દેશોની જાનહાનિની ​​તુલના કરીને લોકોની લાગણી ઉશ્કેરવામાં ન આવે. આને ટાળી શકાય છે.

આ અગાઉ ગ્લોબલ ટાઇમ્સના એક પત્રકારે ટ્વીટ દ્વારા આ અથડામણમાં પાંચ ચીની સૈનિકોની જાનહાની અંગે માહિતી આપી હતી. ત્યારે ગ્લોબલ ટાઇમ્સના એડિટર ઈન ચીફે ટ્વીટ કરીને ભારતને ચેતવણી આપી હતી. ગ્લોબલ ટાઇમ્સના એડિટર ઈન ચીફે ટ્વીટ કર્યું હતુ કે ભારતે ચીનના સંયમને નબળાઇ ન માનવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને ચીનના વિદેશ મંત્રાલયે પોતાના સત્તાવાર નિવેદનમાં ભારત પર ઘુસણખોરીનો આરોપ મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે મેના આરંભથી જ ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ચીની સેના એલએસીને પાર કરીને ભારતીય સરહદમાં પેંગોંગ લેક અને ગેલવાન ખીણમાં આવી છે. બંનેએ સરહદ પર સૈન્યની પોસ્ટિંગ શરૂ કર્યુ હતુ. આ મુદ્દે સૈન્ય સ્તરે બંને દેશો વચ્ચે અનેક વાતચીત બેઠક પણ થઈ હતી. ત્યારબાદ ચીની સેનાએ બે કિલોમીટર પીછેહઠ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ