બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / China criticized Amit Shah's visit in Arunachal Pradesh

ગૃહમંત્રી અરુણાચલ વિઝિટ / ડ્રેગનની નજીક જઈને અમિત શાહનો લલકાર, 'સોયના નાકા જેટલી જમીન પણ નહીં પચાવી શકો, જમાના ગયા હવે'

Vaidehi

Last Updated: 04:58 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 દિવસિય યાત્રા પર પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે અરુણાચલ પ્રદેશનાં કિબિથૂ વિસ્તારમાં વાઈબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામની શરૂઆત કરી. આ યાત્રાને લઈને ચીન સૌથી વધુ વિરોધ દર્શાવી રહ્યું છે. પણ શા માટે?

  • ગૃહમંત્રી અમિત શાહ અરુણાચલ પ્રદેશની યાત્રાએ
  • ચીન આ યાત્રાને લઈને દર્શાવી રહ્યું છે વિરોધ
  • ચીને કહ્યું,સીમાની સ્થિતિ અને શાંતિ માટે એ અનુકૂળ નથી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાલમાં અરુણાચલ પ્રદેશનાં પ્રવાસે છે. 2 દિવસિય યાત્રા પર પહોંચેલા અમિત શાહે અરુણાચલ પ્રદેશનાં કિબિથૂ વિસ્તારમાં વાઈબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામની શરૂઆત કરી. તેનાથી સીમાવર્તી ગામડાઓમાં રહેનારાં લોકોનાં જીવનની ગુણવત્તામાં સુધાર આવશે. આ સાથે જ પલાયન રોકવા અને સીમા સુરક્ષાને મજબૂત કરવાનાં ઉદે્શ્યથી પણ 'વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. 

ચીન કરી રહ્યું છે અમિત શાહની યાત્રાનો વિરોધ
અરુણાચલનો કિબિથૂ ગામ ચીનને અડીને આવેલો છે. અમિત શાહની વાઈબ્રેન્ટ વિલેજ યોજના પર 4800 કરોડ રૂપિયા ખર્ચ થશે. તેમની આ યાત્રા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે કારણકે હાલમાં ચીને અરુણાચલનાં 11 સ્થાનોનાં નામ બદલી નાખ્યાં છે. અમિત શાહની આ વિઝીટથી ચીન હચમચી ગયું છે. ચીનનું કહેવું છે કે ભારતનાં ગૃહમંત્રીની અરુણાચલ પ્રદેશની યાત્રાથી તેમની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન થયું છે.

અમિત શાહે આપ્યો વળતો જવાબ
અમિત શાહે ચીનને તીખો જવાબ આપતાં જનસંબોધન દરમિયાન કહ્યું કે સોઈની અણી જેટલું પણ કોઈ અતિક્રમણ નહીં કરી શકે, એવા જમાના ગયાં જ્યારે ભારતની ભૂમિ પર કોઈ અતિક્રમણ કરી શકતું હતું.

ચીનએ કરી આ યાત્રાની આલોચના
ચીને અમિત શાહની અરુણાચલ પ્રદેશની યાત્રાની આલોચના કરી છે. ચીની વિદેશ મંત્રાલયનાં એક પ્રવક્તાએ સોમવારે જણાવ્યું કે ચીન ભારતનાં ગૃહમંત્રીની અરુણાચલ પ્રદેશની યાત્રાનો દ્રઢ વિરોધ કરી રહ્યું છે અને ક્ષેત્રમાં તેમની ગતિવિધિયોને બેજિંગની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે.

ચીને કેટલાક સ્થળોનું હાલમાં જ બદલ્યું નામ
ચીને હાલમાં જ કેટલાક સ્થાનોનું નામ બદલી નાખ્યું છે જે ભારતનાં પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં સ્થિત છે. પરંતુ ચીન તે વિસ્તારો પર પોતાનો દાવો કરી રહ્યું છે. ભારતીય ગૃહમંત્રી અમિત શાહની યાત્રા પરનાં એક પ્રશ્નનાં જવાબમાં ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વાંગ વેનબિનએ કહ્યું કે'જંગનાન ચીનનું ક્ષેત્ર છે. ભારતીય અધિકારીની જંગનાન યાત્રા ચીનની ક્ષેત્રીય સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે અને સીમાની સ્થિતિ અને શાંતિ માટે એ અનુકૂળ નથી.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ