બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Children "Dhamal Gali 2024" organized by Morbi Rotary Club

ધમાલ ગલી 2024 / મોરબીમાં પરંપરાગત રમતને ફરી બેઠી કરવાનો પ્રયાસ, કોથળા દોડ, ધમાલિયો ધોકો, લંગડી સહિતની રમતોની ધમાલ

Vishal Khamar

Last Updated: 01:20 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો સહિતના લોકોને ભારે માજા માણી હતી.

 

  • મોરબી રોટરી ક્લબ દ્વારા બાળકો "ધમાલ ગલી 2024" નું કરાયું આયોજન
  • બાળકોને મોબાઈલમાંથી બહાર કાઢવા કરાયું રમતોનું આયોજન
  • સ્કાય મોલ ખાતે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું

  આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે જેથી કરીને બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો જેવી ધમાલ મસ્તી હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબીની રોટરી ક્લબ સંસ્થા દ્વારા આજે રવિવારના રોજ  શનાળા રોડ સ્કાય મોલ ખાતે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો કોથળા દોડ,ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, મલ કુસ્તી, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ટ સોનલબેન શાહ, બંસીબેન શેઠ, રસેશ મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

સોનલ શાહ (પ્રેસિડેન્ટ, રોટરી કલબ મોરબી)

સોનલ શાહ (પ્રેસિડેન્ટ, રોટરી કલબ મોરબી)
આ બાબતે રોટરી ક્લબ મોરબીનાં પ્રેસિડેન્ટ સોનલ શાહે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ વર્ષથી આ આયોજન કરીએ છીએ. ઘણી બધી રમતો આજના મોબાઈલના યુગમાં બાળકો ભૂલી ગયા છે. મોબાઈલમાંથી બહાર કાઢવા રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોનાં માધ્યમથી બાળકોમાં સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

વધુ વાંચોઃ ગુજરાતની આ યુનિવર્સિટીમાં પાસ થવા મેળવવા પડશે 36 માર્ક, નાપાસ થનાર હજારો વિદ્યાર્થીઓને ફાયદો

કશ્યપ પડસુમ્બીયા (ધમાલ ગલીની મજા માણનાર બાળક, મોરબી)

કશ્યપ પડસુમ્બીયા (ધમાલ ગલીની મજા માણનાર બાળક, મોરબી)
ધમાલ ગલીની મજા માણનારા કશ્યપ પડસુમ્બીયાએ જણાવ્યું હતું કે, અમે અહીંયા  નવી નવી અનેક રમતો રમીએ છીએ. ઘરે તો મોબાઈલ સિવાય કંઈ જોવા જ નથી મળતું.  અહીંયા અમે ખો-ખો, કબડ્ડી જેવી રમતો રમીએ છીએ. ઘરે તો માત્ર મોબાઈલ સિવાય કંઈ હોતું જ નથી. રવિવારે આવું સરસ આયોજન કરવામાં આવ્યું છે. જેથી રમવાની મજા આવી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ