બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / child operation 7 month old baby pregnant in prayagraj fetus in fetu case

શૉકિંગ ન્યૂઝ / સાત મહિનાનું બાળક નીકળ્યું પ્રેગ્નેન્ટ! પેટની અંદર બીજું બાળક, ડૉક્ટર પણ હેરાન, દુનિયામાં આવા ખાલી 200 કેસ

Bijal Vyas

Last Updated: 03:26 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકને જન્મ આપ્યા બાદ માતાનું અવસાન થયું, પરંતુ આ બાળકના ગર્ભમાં બીજું બાળક ઉછરી રહ્યું હતું, જે ડોક્ટરો માટે પણ આશ્ચર્યની વાત હતી...

  • 7 મહિના એક બાળકના પેટમાં વધુ એક બાળક ઉછરી રહ્યું હતું
  • ડૉક્ટરોએ સર્જરી કરીને બાળકના પેટમાં ઉછરી રહેલા ભ્રૂણને બહાર કાઢ્યું
  • મેડિકલ સાયન્સમાં આ સ્થિતિને 'ફીટસ ઇન ફીટૂ' કહેવાય

Second Child In The Womb: મેડિકલ સાયન્સની દુનિયામાં આપણે આવી અનેક વાતો સાંભળીએ છીએ જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પાસેના કુંડામાંથી સામે આવ્યો છે, જ્યાં 7 મહિના એક બાળકના પેટમાં વધુ એક બાળક ઉછરી રહ્યું હતું. જ્યારે ડોક્ટરને આ વાતની જાણ થઈ તો ડોક્ટરોએ પોતાનું માથું પકડી લીધુ. ડૉક્ટરોએ સર્જરી કરીને બાળકના પેટમાં ઉછરી રહેલા ભ્રૂણને બહાર કાઢ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.

Topic | VTV Gujarati

શું છે મામલો?
ઉત્તર પ્રદેશના કુંડામાં  સંદીપ શુક્લાની પત્નીએ 7 મહિના પહેલા એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ આપ્યા બાદ માતાનું અવસાન થયું, પરંતુ આ દરમિયાન બાળકની તબિયત પણ સારી ન હતી. બાળકને પેટની તકલીફ હતી. સંદીપ શુક્લાએ તેમની સારવાર માટે ઘણી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. કેટલાકે પેશાબની સમસ્યા કહી તો કેટલાકે બીજી વાત કહી. આ ભાગદોડ વચ્ચે બાળકનું પેટ સતત ફૂલી રહ્યું હતું. 7 મહિનાનું બાળક હવે 8 કિલોનું હતું. મેડિકલ સાયન્સમાં આ સ્થિતિને 'ફીટસ ઇન ફીટૂ' કહેવાય છે.

4 કલાક ચાલ્યુ ઓપરેશન
સંદીપના કહેવા અનુસાર, જ્યારે તે સાત મહિનાનો હતો ત્યારે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તે કંઈ ખાતો કે પીતો પણ નહોતો, તેથી તેનું વજન સતત ઘટવા લાગ્યું. સંદીપ તેને જોવા માટે લખનઉ ખાતે પીજીઆઈ ગયો હતો, પરંતુ પૈસાના અભાવે સારવાર થઈ શકી ન હતી. કેટલાક લોકોની સલાહ પર સંદીપ એક અઠવાડિયા પહેલા બાળકને જોવા માટે ચિલ્ડ્રન હોસ્પિટલ પહોંચ્યો હતો. ડૉક્ટરોને બાળકના પેટમાં ગાંઠ હોવાની શંકા હતી. હોસ્પિટલમાં તેનું સીટી સ્કેન કરાવ્યા બાદ જાણવા મળ્યું કે બાળકીના પેટમાં ગર્ભ છે. આ પછી શુક્રવારે ડોક્ટરોની ટીમે ચાર કલાક સુધી ઓપરેશન કરીને બાળકના પેટમાંથી ભ્રૂણને બહાર કાઢ્યું હતું.

મધ ચખાડવાથી નવજાતને મોતનો ખતરો, ડોક્ટરોએ આપી ચેતવણી, ક્યારે ખવડાવવું તેની  પણ આપી સલાહ honey should not be given to newborn baby

સ્વાસ્થ છે સંદીપનું બાળક
હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યા અનુસાર, બાળક સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે ડોકટરોની નજીકની દેખરેખ હેઠળ છે. તેને હોસ્પિટલના પીકુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ રોગ વિશ્વમાં 200 બાળકોમાં જોવા મળ્યો છે. પરંતુ સદનસીબે આ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ