બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Changes in e-challan rule of traffic regulation

સાવધાન / અમદાવાદીઓ, વાહન લઈને નીકળતાં પહેલા ખાસ જાણી લેજો: બદલાઈ ગયા છે ઈ-મેમોના નિયમો

Vishal Khamar

Last Updated: 08:05 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે તેમજ ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે તેમજ માર્ગ સલામતીને લઈ 'વન નેશન વન ચલણ પ્રોજેક્ટ' અમલમાં મુક્યો છે. જેમાં હવે ટ્રાફિક પોલીસ ઈ-ચલણ આપશે. જે ચલણ ભરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

  • ટ્રાફિક નિયમનના ઈ ચલાનના નિયમમાં બદલાવ
  • ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
  • ટ્રાફિક નિયમનના ઉલ્લંઘનમાં 34 ગુનાઓને બદલે 20 ગુનાઓમાં જ ઈ-ચલણ મોકલાશે

સમગ્ર ગુજરાત સહિત ભારતમાં માર્ગ સલામતીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈ ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ખુલ્લેઆમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને મોબાઈલ નંબર પર SMS દ્વારા ઈ- ચલણ પ્રાપ્ત થશે. જે ચલણ 135 દિવસમાં ભરવાનો સમય આપવામાં આવશે. જો તે સમયગાળા દરમ્યાન તે વ્યક્તિ દ્વારા ઈ-ચલણ ભરવામાં નહી આવે તો તેની સામે કોર્ટ કાર્યવાહી તેમજ જેલની સજા પણ ફટકારવામાં આવી શકે છે. 

ફાઈલ ફોટો

ઈ-ચલણ એપ્લિકેશન પણ જાહેર કરવામાં આવી 
તા. 15 જાન્યુઆરીથી લઈ 15 મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે NIC  ના સહયોગથી 'વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ' હેઠળ ટ્રાફિક નિયમ ભંગ કરનાર માટે ઈ-ચલણ એપ્લિકેશન પણ જાહેર કરવામાં આવી છે. 

વધુ વાંચોઃ મહેસાણાની ગ્રામીણ શાળાઓના 12 ટકા બાળકોને વાંચતા જ નથી આવડતું, રિપોર્ટ બાદ ખળભળાટ

ટ્રાફિક પોલીસ ઈ- ચલણ મેન્યુઅલી આપી શકશે
હવે ટ્રાફિક નિયમનના ઉલ્લંઘનમાં 34 ગુનાઓને બદલે 20 ગુનાઓમાં જ ઈ ચલણ મોકલાશે.  જેમાં બસના ફૂટ બોર્ડ પર ઉભા રહેવા માટે ઓટો મેટિક ઈ ચલાન નહી નીકળે. તેમજ ડાર્ક ફિલ્મ ગ્લાસ, ફોર વ્હીલમાં ડ્રાઈવર સીટ પર એકથી વધુ પેસેન્જર બેસાડવાને ઈ ચલણ નહી.  ફેન્સી નંબર પ્લેટ, રિક્ષામાં વધુ પેસેન્જર માટે હવે ઈ-ચલાન નહી. આ તમામ લોકોને ટ્રાફિક પોલીસ ઈ- ચલણ મેન્યુઅલી આપી શકશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ