બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 12 percent of children in rural schools in Mehsana cannot read at all

VTV રિયાલિટી ચેક / મહેસાણાની ગ્રામીણ શાળાઓના 12 ટકા બાળકોને વાંચતા જ નથી આવડતું, રિપોર્ટ બાદ ખળભળાટ

Vishal Khamar

Last Updated: 11:54 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા બાળકોને અભ્યાસ માટે અવનવી પદ્ધતિઓ અપનાવીને બાળકોને અભ્યાસમાં રૂચિ વધે તેવો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ હાલમાં જ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન દ્વારા કરાયેલા એક સરવેના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સરવેમાં એવું સામે આવ્યું છે કે, મહેસાણા જિલ્લાની ગ્રામીણ શાળાઓના 12.75 ટકા બાળકોને વાંચતા જ નથી આવડતું. આ રિપોર્ટ બાદ ખળભળાટ મચ્યો છે.

  • રાજ્યમાં દિવસે દિવસે શિક્ષણનુ સ્તર સુધર્યું હોવાનાં દાવા પોકળ
  •  VTV NEWS દ્વારા શાળાઓમાં જઈ રિયાલીટી ચેક કરવામાં આવ્યું
  • મહેસાણા જીલ્લાની સ્કૂલમાં બાળકો મોબાઈલ સારી રીતે ઓપરેટ કરે છે પણ વાંચી શકતા નથી

 રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવાના મસમોટા દાવા કરવામાં આવી રહ્યાં છે. અને બાળકોને અભ્યાસ પ્રત્યે રૂચી વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન દ્વારા કરાયેલા એક સરવેના રિપોર્ટે આ તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. હાલમાં જ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન દ્વારા સમગ્ર દેશમાં એક સરવે કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આ સરવે કરાયો હતો. આ સરવેમાં મહેસાણા જિલ્લાના 60 ગામોના 1,301 વિદ્યાર્થીઓને આવરી લેવાયા હતા. આ સરવેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, મહેસાણા જિલ્લાની ગ્રામીણ શાળાઓના ધોરણ 3ના 12.75 ટકા બાળકોને વાંચતા જ નથી આવડતું. 48.7 ટકા વિદ્યાર્થીઓ અંક ગણિતમાં કાચા છે. માત્ર 63.9 ટકા વિદ્યાર્થીઓ જ અંગ્રેજી વાંચી શક્યા. જ્યારે 36.1 ટકા વિદ્યાર્થીઓને અંગેજી વાંચતા આવડતું નથી. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે, 97.1 ટકા બાળકોને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા આવડે છે. એટલે કે જે બાળકો ને વાંચતા નથી આવડતું એવા બાળકોને પણ મોબાઈલ ઓપરેટ કરતા સારી રીતે આવડે છે. 

બાળકોને સરખું વાંચતા પણ નથી આવડતું
આ રિપોર્ટમાં સામે આવેલા આંકડા પર નજર કરીએ તો ધોરણ 3માં ભણતા 87.3 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 2ના પુસ્તક વાંચવામાં સક્ષમ છે. જેમાં 14થી 16 વર્ષના બાળકોમાં 88.4 ટકા બાળકો વાંચવામાં સક્ષમ છે. જ્યારે 17થી 18 વર્ષના 85.2 ટકા બાળકોને વાંચતા આવડે છે. એટલે કે 12.7 ટકા વિદ્યાર્થીઓને સરખું વાંચતા જ નથી આવડતું. જ્યારે VTV NEWS આ વાતનું રિયાલિટી ચેક કરવા વિવિધ શાળાઓમાં પહોંચ્યું તો જે માહિતી સામે આવી તે ચોંકાવનારી હતી.  તેવી જ રીતે અંગ્રેજી ભાષામાં પણ વિદ્યાર્થીઓ સરખું વાંચી શક્યા ન હતા. 

બાળકોમાં સ્માર્ટ ફોન પ્રત્યેનું વળગણ
બાળકો પ્રાથમિક અભ્યાસમાં પાછળ પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ બાળકોની ગેરહાજરી, વાલીઓની અપૂરતી તકેદારી, તેમજ બાળકોમાં સ્માર્ટ ફોન પ્રત્યેનું વળગણ જવાબદાર હોવાનું કારણભૂત છે. વિદ્યાર્થીઓ મોબાઈલમાં એટલા પરોવાઈ જાય છે કે તેમને અભ્યાસમાં રસ રહેતો નથી. 

બી.એન.પટેલ (જીલ્લા શિક્ષણાધિકારી, મહેસાણા)

શાળાઓમાં શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ નથી મળી રહ્યુંઃ વાલીઓ
બાળકો અભ્યાસમાં નબળાં હોવા પાછળ શિક્ષકોની ઘટ હોવાનું કેટલાક વાલીઓ માની રહ્યાં છે. વાલીઓનો આક્ષેપ છે કે, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ નથી મળી રહ્યું. ત્યારે સરકાર આ બાબતે ધ્યાન આપી શિક્ષકોની ભરતી કરે તેવી વાલીઓ માગ કરી રહ્યાં છે.  

વધુ વાંચોઃ સુરસાગરમાં બોટિંગ અને કમાટીબાગમાં જોય ટ્રેન બંધ, કોન્ટ્રાક્ટ રદ કરીને પ્રોપર્ટી સીલ, બોટ ટ્રેજેડી બાદ એક્શન

VTV NEWSના રિયાલિટી ચેકથી રાજ્યમાં શિક્ષણનું સ્તર કેટલી હદે કથળ્યું છે તેની પોલ ખુલી ગઈ છે
એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશનનો રિપોર્ટ અને VTV NEWSના રિયાલિટી ચેકથી રાજ્યમાં શિક્ષણનું સ્તર કેટલી હદે કથળ્યું છે તેની પોલ ખુલી ગઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત?શિક્ષણનું સ્તર સુધર્યું હોવાના દાવા કરતું તંત્ર ક્યારે જાગશે? અને ક્યારે વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ મળી રહેશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ