બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / After the Vadodara Harani tragedy, the contract was canceled for breach of conditions

કાર્યવાહી / સુરસાગરમાં બોટિંગ અને કમાટીબાગમાં જોય ટ્રેન બંધ, કોન્ટ્રાક્ટ રદ કરીને પ્રોપર્ટી સીલ, બોટ ટ્રેજેડી બાદ એક્શન

Vishal Khamar

Last Updated: 11:13 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાનાં ચક્રોગતિમાન કર્યા છે. આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, શરતોનો ભંગ કરવા બદલ કોન્ટ્રાક્ટ રદ્દ કરી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે.

  • વડોદરાના હરણી તળાવ દુર્ઘટના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટતા
  • મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ઘટનાને દુઃખદ ગણાવી
  • "કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ કમિશનરના માધ્યમથી પણ તપાસ થશે"
દિલીપ રાણા (મ્યુનિસિપલ કમિશનર, વડોદરા)

 વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા દોષિતો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કમિશ્નર દિલીપ રાણાએ ઘટનાને દુઃખદ ગણાવી હતી. કોર્પોરેશનના કાર્યપાલક ઈજનેરે 18 શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ શરતોનો ભંગ કરવા બદલ કોન્ટ્રાક્ટ રદ્દ કરી પ્રોપર્ટી પણ સીલ કરવામાં આવી છે. સુરસાગર તળાવમાં બોટિંગ અને કમાટી બાગમાં જોય ટ્રેન બંધ કરાવી છે. હરણી તળાવની ઝોનની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની હતી. વર્ષ 2022 માં કોર્પોરેશને સુપરવિઝન અને ઈન્સ્પેક્શન કરી પૂર્તતા કરી હતી. ત્યારે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરના માધ્યમથી પણ તપાશ થશે. ઘટનાની બેદરકારી મામલે તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાશે. 

મોરબી બ્રિજ દુર્ઘટના એસો દ્વારા સુપ્રીમ કોર્ટમાં PIL

વડોદરા બોટ દુર્ઘટનામાં બે મહિલા શિક્ષકો તેમજ બાળકો સહિત કુલ 17 લોકોનાં મોત નિપજ્યા છે. જે બાદ પોલીસ દ્વારા 18 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. મૃતકોને ચૂકવવામાં આવેલા વળતર સહિતના મુદ્દા PIL  માં ઉલ્લેખ કરાયો છે. તેમજ શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. 

વધુ વાંચોઃ નહોતી આવડતી બોટ ચલાવતાં, ખાલી તરતાનું જાણતા, ડૂબતાં તરીને ભાગ્યા, હરણી ટ્રેજેડીમાં ઘટસ્ફોટ

અધિકારીઓને  સસ્પેન્ડ કરી કાયદાકીય પગલા લેવા અરજીમાં રજૂઆત
VMC કમિશનર, વડોદરા કલેક્ટર સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમજ કોની મંજૂરીથી જરૂરી પરવાનગીઓ આપવામાં આવી તે દિશામાં તપાસની માંગ કરવામાં આવી છે. કલેક્ટર, કોર્પોરેશન દ્વારા ક્યારેયર પણ નિરીક્ષણ ન કરાયું હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરાયો છે. બોટ જર્જરીત હાલમાં હોવા છતાં કોની મંજૂરીથી ચાલી રહી હતી. તે અંગે પણ સવાલ ઉઠ્યા છે. તેમજ અધિકારીને સસ્પેન્ડ કરી કાયદાકીય રીતે પગલા લેવા અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ વિશેષ તપાસની માંગ કરવામાં આવી છે. તેમજ પ્રકારની દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી અનેક લોકોના મોત થયા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ