બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / અજબ ગજબ / Chandrayaan 3 Update: ISRO shared a video and said A solar panel enabled the rover to generate power

ચંદ્રયાન-3 / રોવર પ્રજ્ઞાન બન્યું ઊર્જાવાન: લેન્ડર વિક્રમે ઉતારેલો લેટેસ્ટ વીડિયો ઈસરોએ કર્યો જાહેર, મુખ્ય કામ શરૂ

Vaidehi

Last Updated: 06:41 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISROએ ચંદ્રયાન-3 મિશનનાં રોવર 'પ્રજ્ઞાન' પર લાગેલા સોલાર પેનલ સંબંધિત વીડિયો જાહેર કરીને કહ્યું કે,' સોલાર પેનલે રોવરને ઊર્જા ઉત્પન્ન કરાવવામાં મદદ કરી છે'

  • ISROએ રોવર પ્રજ્ઞાનનો વીડિયો શેર કર્યો
  • લેન્ડિંગ સમયનાં વીડિયોમાં દેખાઈ રહ્યું છે સોલાર પેનલ
  • આ પેનલ રોવરને ચંદ્ર પર ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે

ISROએ ચંદ્રયાન-3 મિશનનાં રોવર 'પ્રજ્ઞાન'નાં લેન્ડર 'વિક્રમ'થી બહાર નિકળતા સમયે રોવર સાથે લાગેલ સોલાર પેનલને લઈને એક વીડિયો પોસ્ટ કર્યો છે. સ્પેસ એજન્સીએ પોતાના આ વીડિયોમાં લખ્યું કે કેવી રીતે સોલાર પેનલની મદદથી પ્રજ્ઞાન રોવર ઊર્જા મેળવી રહ્યું છે.

ઈસરોએ ટ્વીટ કરી આપી જાણકારી
ઈસરોએ લખ્યું કે બે ખંડોવાળા રેંપે રોવરને ચંદ્રની સપાટી પર ઊતરવાની સુવિધા પ્રદાન કરી અને તેમાં એક સોલાર પેનલે રોવરને ઊર્જા ઉત્પન્ન કરાવવામાં મદદ કરી. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે રોવર ઊતારવા પહેલા રેંપ અને સોલાર પેનલને કઈ રીતે ઝડપથી તૈનાત કરવામાં આવ્યાં. ચંદ્રયાન-3 મિશનમાં કુલ 26 તૈનાતી તંત્ર લાગેલા છે જેને UR રાવ સેટેલાઈટ સેન્ટર/ઈસરો, બેંગલૂરુમાં વિકસિત કરાવવામાં આવ્યાં હતાં.'

ઈસરોએ બહાર આવતા રોવરનો વીડિયો કર્યો જાહેર
ઈસરોએ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવતો વીડિયો પણ જાહેર કર્યો છે. આ વિડિયો અદ્ભુત છે. અહીં તમે જોઈ શકો છો કે રોવર કેવી રીતે લેન્ડરના રેમ્પમાંથી બહાર આવી રહ્યું છે. રોવરની સોલાર પેનલ ઉંચી જોવા મળે છે. એટલે કે તે સૂર્યમાંથી ઉર્જા લઈને કામ શરૂ કરશે.  

ઉતરાણ પહેલા જ અદ્ભુત વિડીયો રીલીઝ થયો
આ પછી ઈસરોએ લેન્ડિંગ પહેલા વીડિયો જાહેર કર્યો. આ વીડિયો લેન્ડરમાં લગાવેલા લેન્ડર ઈમેજર કેમેરાથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે લેન્ડર 30 કિમીથી નીચે આવ્યા બાદ ચંદ્રની સપાટી પર ઉતર્યું. આટલું જ નહીં, એવું પણ જોવા મળે છે કે તે પોતે ઉતરાણ માટે યોગ્ય જગ્યા પસંદ કરી રહ્યો છે. જેથી તે સુરક્ષિત ઉતરાણ કરી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ