બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Chandrayaan 3 update: How hot is the land at the Moon's south pole? Chandrayaan-3 discovered, ISRO announces new update

Chandrayaan 3 update / ચંદ્રયાન-3એ શોધી કાઢી ચોંકાવનારી માહિતી, ચંદ્રની માટી કેટલી ગરમ, ધરતીની 10 સેમી અંદર કેટલું તાપમાન? ISROએ જાહેર કર્યો ગ્રાફ

Pravin Joshi

Last Updated: 04:45 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન પરના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટીનું તાપમાન શોધી કાઢ્યું છે.

  • ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર વિશે માહિતી આપવાનું શરૂ કર્યું 
  • ચંદ્રયાન 3 ના તમામ સાધનો યોગ્ય રીતે કરી રહ્યા છે કામ
  • લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટીનું તાપમાન શોધી કાઢ્યું 
  • સપાટીથી 10 સેમી નીચે તેના તાપમાનમાં તફાવત હતો

ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન પરના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટીનું તાપમાન શોધી કાઢ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ X પર આ અપડેટ શેર કર્યું છે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રની સપાટીનું તાપમાન જાણવા માટે લેન્ડર વિક્રમ પર લુનર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરીમેન્ટ (ChaSTE) પેલોડથી પ્રથમ અવલોકન (નિરીક્ષણ) કરવામાં આવ્યું હતું. ISRO એ સમજાવ્યું કે પ્રસ્તુત ગ્રાફ ચંદ્રની સપાટી અથવા વિવિધ ઊંડાણો પર સપાટીના તાપમાનમાં તફાવત દર્શાવે છે, જે તપાસ દરમિયાન નોંધવામાં આવ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશે આ પ્રકારની પ્રથમ માહિતી છે. તેનો વિગતવાર અભ્યાસ હજુ ચાલુ છે. ISRO દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્રાફમાં બતાવવામાં આવ્યું છે કે જેમ જેમ ChaSTE પેલોડ ઊંડાઈ તરફ આગળ વધે છે તેમ ચંદ્રની સપાટીના તાપમાનમાં વધઘટ જોવા મળે છે.  અવકાશ વિજ્ઞાનના ઈતિહાસમાં પ્રથમ વખત ચંદ્રયાન 3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીનની તપાસ કરી. સપાટીથી 10 સેમી નીચે તેના તાપમાનમાં તફાવત હતો.

 

ઈસરોએ માટીના તાપમાનનો ગ્રાફ પણ શેર કર્યો

ISROએ જણાવ્યું હતું કે, આ પ્રથમ વખત છે કે જ્યારે દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની જમીનનું તાપમાન પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે કોઈ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ઈસરોએ માટીના તાપમાનનો ગ્રાફ પણ શેર કર્યો છે. ગ્રાફમાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ દેખાય છે. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે, CHASTE પેલોડ ચંદ્રની સપાટીના થર્મલ વર્તનને સમજવા માટેધ્રુવની આસપાસની ચંદ્રની ઉપરની માટીના તાપમાન પ્રોફાઇલને માપે છે. તેની પાસે તાપમાનની તપાસ છે જે સપાટીથી નીચે 10 સેમીની ઊંડાઈ સુધી પહોંચે છે.

 

ચંદ્રની જમીનના તાપમાનની પ્રોફાઇલિંગ

ઈસરોએ કહ્યું કે તેની પાસે 10 અલગ-અલગ તાપમાન સેન્સર છે. આ ગ્રાફમાં ચંદ્રના તાપમાનમાં તફાવત દર્શાવવામાં આવ્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે આ પ્રકારની પ્રથમ પ્રોફાઇલ છે. વધુ સંશોધન પણ ચાલુ છે.

23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું

આ પહેલા શનિવારે ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 મિશનના ત્રણમાંથી બે ઉદ્દેશ્ય હાંસલ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા ઉદ્દેશ્ય હેઠળ વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે. ઉપરાંત ચંદ્રયાન-3 મિશનના તમામ પેલોડ્સ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ