બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Chandrayaan 3: Pragyan rover sent an image of vikram lander to ISRO

વધુ એક સિદ્ધિ / ચંદ્રની સપાટી પરથી કંઇક આવું દેખાય છે વિક્રમ લેન્ડર, પ્રજ્ઞાન રોવરે કર્યો ક્લિક, જુઓ Photo

Vaidehi

Last Updated: 02:41 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3નાં પ્રજ્ઞાન રોવરે હાલમાં ચંદ્રની સપાટી પરથી પોતાના મિત્ર વિક્રમ લેન્ડરનો ફોટો ક્લિક કરીને ISROને મોકલ્યો છે.

  • ચંદ્ર પરથી પ્રજ્ઞાન રોવરે મોકલ્યો ફોટો
  • વિક્રમ લેન્ડરનો ફોટો ક્લિક કરીને ISROને મોકલ્યો
  • ISROએ તેને 'ઈમેજ ઓફ મિશન' કરાર કર્યું

ISROએ ચંદ્રયાન-3 મિશન સંબંધિત લેટેસ્ટ ફોટો શેર કરી છે. ઈસરોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડરથી નીચે ઊતર્યાં બાદ પ્રજ્ઞાન રોવર સંપૂર્ણ ચોકસાઈથી કામ કરી રહ્યું છે. હાલમાં રોવરે વિક્રમ લેન્ડરનો ફોટો ક્લિક કરીને ઈસરોને મોકલ્યો છે.

'ઈમેજ ઓફ મિશન'
ઈસરોએ તેને 'ઈમેજ ઓફ મિશન' કરાર કર્યું છે. ઈસરોએ જણાવ્યું કે રોવર પર લાગેલા નેવિગેશન કેમેરાએ આ ફોટો ક્લિક કર્યો છે. મિશનની સફળતા માટે મહત્વપૂર્ણ NavCamsને બેંગલૂરુમાં ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ પ્રયોગશાળા દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું.

હાઈડ્રોજનની તપાસ કરી રહ્યું છે રોવર
પ્રજ્ઞાન રોવરે હાલમાં ચંદ્રમા પર ઓક્સીજન અને સલ્ફરની માહિતી મેળવી છે. વૈજ્ઞાનિકો અનુસાર હવે હાઈડ્રોજનની શોધ કરવામાં આવી રહી છે. જો અહીં હાઈડ્રોજન મળે છે તો તેનાથી ચંદ્ર પર ઈંધણનાં વિકલ્પને શોધી શકાશે.

ગઈકાલે મોકલ્યો હતો સંદેશો
ગઈકાલે ભારતનાં ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'નાં પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી સંદેશો મોકલ્યો હતો.જેમાં તેણે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી હતી.આ સાથે જ પૃથ્વીવાસીઓને પણ તેમના હાલચાલ પૂછ્યાં હતાં.  રોવરે જણાવ્યું કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેનું સ્વાસ્થ્ય સારું છે. આ સાથે જ સંદેશામાં એવું પણ જણાવ્યું કે ટૂંક જ સમયમાં સૌથી સારું પરિણામ સામે આવવાનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ