બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / chandrayaan 3 isro scientist nilesh m desai revealed how man life possibility on moon

મૂન મિશન / ચંદ્રયાનને કંઈક મળ્યું કે શું ! ચંદ્ર પર માનવ જીવનને લઈને ISRO ડાયરેક્ટરે કરી દીધો મોટો ખુલાસો

Hiralal

Last Updated: 10:40 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ઈસરો ડાયરેક્ટર નિલેશ દેસાઈ ચંદ્ર પર માનવ જીવનને લઈને એક મોટું અને મહત્વનું નિવેદન આપ્યું છે.

  • અમદાવાદ ઈસરો ડાયરેક્ટર નિલેશ દેસાઈનું મોટું નિવેદન
  •  ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસાહતો ઊભી થઈ શકે
  • ઓક્સિજન અને સલ્ફર મળ્યાં
  • હાઈડ્રોજન મળી જાય તો ભવિષ્યમાં પાણી મળી શકે

શું ચંદ્ર પર જીવન શક્ય છે? તમામ મૂન મિશનની સફળતા છતાં આ સવાલ દરેકના મનમાં આવે છે. જે રીતે પૃથ્વી પર આપણને ઓક્સિજન, પાણી સહિત તમામ જરૂરી પ્રાકૃતિક વસ્તુઓ મળે છે, તેવી જ રીતે ચંદ્ર પર આ વસ્તુઓથી માનવ વસાહતો સ્થાપિત કરી શકાશે? આપણું મૂન-મિશન ચંદ્રયાન-3 સતત ચંદ્રના રહસ્યો ખોલી રહ્યું છે. આ બધા વચ્ચે ગુરૂવારે ઈસરોના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઈએ આ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.

 નિલેશ દેસાઈએ શું કહ્યું 

 નિલેશ એમ દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી, આપણે ચંદ્રની સપાટી પર સલ્ફરની સારી માત્રા જોઈ છે. સલ્ફર અગાઉ ચંદ્રની સપાટી પર મળી આવ્યું હતું, પરંતુ તે ક્યારેય આટલું સ્પષ્ટ રીતે દેખાયું ન હતું. ચંદ્રની સપાટી પર સલ્ફર ઉપલબ્ધ છે.વળી ઓક્સિજનના સંકેતો પણ છે, પરંતુ અમે હાઈડ્રોજનની પણ શોધ કરી રહ્યા છીએ. જેથી ભવિષ્યમાં પાણીની ખબર પડી શકે. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને સાથે આપણે ભવિષ્યમાં પાણી વિશે વિચારી શકીએ છીએ, પરંતુ આખરે આપણે ચંદ્ર પરના પાણીના સ્ત્રોત વિશે માહિતી એકઠી કરી શકીએ તે પહેલાં, તે આપણને અન્ય પાસાઓ પર કામ કરવાની જરૂર પડશે. જો આપણે સ્પેસ હેબિટેટ અને સ્પેસ કોલોની બનાવવા માંગતા હોઈએ તો આ તમામ પાસાઓ જરૂરી છે. જો કે, આ બાબતો વિશે આ સમયે વાત કરવી ખૂબ જ વહેલું છે. દેસાઈએ કહ્યું કે, "2008માં અમે ચંદ્રયાન દરમિયાન સૌથી પહેલા હાઈડ્રોક્સીયલ મોલેક્યુલ્સ શોધી કાઢ્યા હતા, પરંતુ આ સિવાય જો આપણે ઓક્સિજન, હાઈડ્રોક્સીલ મોલેક્યુલ્સ અને નાઈટ્રોજનની જાણકારી મેળવીશું તો ચંદ્રની સપાટી પર પાણી પેદા કરવામાં સરળતા રહેશે. 

ચંદ્ર ઉપરના જીવનની આશા રાખી શકાય 
દેસાઈએ કહ્યું કે આપણે ચંદ્ર ઉપરના જીવનની અપેક્ષા રાખી શકીએ કારણ કે ચંદ્રયાન-3એ ઓક્સિજન અને સલ્ફર શોધી કાઢ્યાં છે અને હવે હાઈડ્રોજનની શોધ કરી રહ્યું છે જો હાઈડ્રોજન મળી જાય તો ભવિષ્યમાં પાણી બની શકે છે. સલ્ફર 'પાણીના બરફ'ની હાજરીની નિશાની ગણી શકાય. તેના દ્વારા ચંદ્ર પર મનુષ્યની ભવિષ્યની વસાહત માટે પાણીનો સ્ત્રોત મળી શકે છે.

ઈસરો ચીફ સોમનાથ શું બોલ્યાં 
ચેન્નઈમાં ચંદ્રયાન-3 મિશન પર ઈસરો ચીફ એસ સોમનાથે કહ્યું કે, "બધુ બરાબર કામ કરી રહ્યું છે. બધા ડેટા સારી રીતે આવી રહ્યા છે. અમને આશા છે કે 14 દિવસના અંત સુધીમાં અમારું મિશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ