બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / chandrayaan 3 isro chief tells update abput mission says looking excitedly for next 14 days

ચંદ્રયાન-3 અપડેટ / ગુડ ન્યૂઝ! ચંદ્રયાન-3ના ત્રણમાંથી બે કામ પૂર્ણ, ISROએ કહ્યું- હવે ત્રીજા લક્ષ્ય માટે કામ ચાલુ

Malay

Last Updated: 07:57 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3 અપડેટઃ ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું કે, ચંદ્રયાન-3 દ્વારા આગામી 14 દિવસ સુધી ચંદ્ર પરથી ઘણો ડેટા પ્રાપ્ત થવાનો છે, તેથી આગામી 13-14 દિવસ ખૂબ જ મહત્વના છે.

  • ચંદ્રયાન-3ની સફળતાથી આખો દેશ ઉત્સાહિત 
  • ચંદ્રયાન-3 માટે આગામી 13-14 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ
  • ISROએ કહ્યું- મિશનના 3માંથી 2 ઉદ્દેશ પૂરા થયા

Chandrayaan-3: ચંદ્રયાન-3ની સફળતાથી આખો દેશ ઉત્સાહિત છે અને ઈસરોને પણ ચારે બાજુથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમની સફળ લેન્ડિંગ બાદ રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ડેટા એકત્રિત કરી રહ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) રોવરની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું છે. ઈસરોના ચીફ એસ સોમનાથે શનિવારે (26 ઓગસ્ટ) જણાવ્યું હતું કે અમે ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગથી ખૂબ જ ખુશ છીએ. વૈજ્ઞાનિક મિશનના મોટાભાગના ઉદ્દેશો પૂરા થવા જઈ રહ્યા છે. મને લાગે છે કે તમામ વૈજ્ઞાનિક ડેટા ખૂબ જ સારા લાગી રહ્યા છે. પરંતુ અમે આગામી 14 દિવસ સુધી ઘણા ડેટા તપાસવાનું ચાલુ રાખીશું અને અમને આશા છે કે આમ કરવાથી અમે વિજ્ઞાનમાં ખરેખર શાનદાર સફળતા મેળવીશું. તેથી અમે આગામી 13-14 દિવસ માટે ઉત્સાહિત છીએ.

એસ સોમનાથે વ્યક્ત કરી ખુશી
ISROના વડા એસ સોમનાથે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ અને બેંગલુરુ ખાતે આવેલા ISROના કંટ્રોલ સેન્ટલમાં PM મોદીના આગમન પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, અમે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ અને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી ખૂબ જ ખુશ છીએ. 

પીએમ મોદીએ મહિલા વૈજ્ઞાનિકોની કરી પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બેંગલુરુ પહોંચ્યા હતા અને ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના કંટ્રોલ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3માં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમને મળ્યા હતા. આ સાથે પીએમ મોદી મહિલા વૈજ્ઞાનિકોને પણ અલગથી મળ્યા હતા. તેમણે ચંદ્રયાન-3 મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરી હતી.

ચંદ્રયાન-3એ ત્રણમાંથી બે ઉદ્દેશ્યો પૂરા કર્યા
આ પહેલા શનિવારે ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 એ તેના ત્રણ ઉદ્દેશ્યોમાંથી બે પૂર્ણ કરી લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ISROના હેન્ડલ પર લખ્યું હતું કે "ચંદ્રયાન-3 મિશનના ત્રણ ઉદ્દેશ્યોમાંથી ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ લેન્ડિંગનું પ્રદર્શન પૂર્ણ થયું હતું. રોવરે પરિભ્રમણનું પ્રદર્શન પૂર્ણ કર્યું. હવે ઇન-સીટુ વિજ્ઞાનિક પ્રયોગો ચાલુ છે. તમામ પેલોડ્સ સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે." 

દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરી ભારતે ઈતિહાસ રચ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટ (બુધવાર)ની સાંજે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે આપણો દેશ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો છે અને ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનાર યુએસ, પૂર્વ સોવિયત સંઘ અને ચીન પછી ચોથો દેશ બન્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ