બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Chandrayaan 3: Investigation of Mitul Trivedi case handed over to Crime Branch

સુરત / ચંદ્રયાન 3 મુદ્દે ફેંકમફેંક કરવી ભારે પડશે! આ શખ્સનો કેસ હવે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં, ISROમાં પણ થશે તપાસ

Malay

Last Updated: 10:05 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: ચંદ્રયાન-3ની ડિઝાઈન મામલે મિતુલ ત્રિવેદીએ નિવેદન આપ્યા બાદ સમગ્ર પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ, પોલીસ તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.

  • મિતુલ ત્રિવેદી પ્રકરણની તપાસ 
  • ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે સઘન તપાસ 
  • મિતુલ ત્રિવેદીની હકીકતની કરશે તપાસ 
  • ઇસરોમાં કામ કર્યાના મિતુલે કર્યા હતા દાવા 

Surat News: રાષ્ટ્રની સિદ્ધિને વટાવી ખાનાર મિતુલ ત્રિવેદી પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા ઇસરોમાં પણ મિતુલ ત્રિવેદીને લઈને તપાસ કરવામાં આવશે. પોલીસની તપાસ બાદ મિતુલ ત્રિવેદીના દાવાઓ અંગે સાચી માહિતી મળશે. મહત્વનું છે કે સુરતના મિતુલ ત્રિવેદીએ ઇસરોના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં કામ કર્યું હોવાના દાવા કર્યા હતા. મિતુલ ત્રિવેદીનો ભાંડો ફૂટ્યા બાદ શહેરીજનોમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા. મિતુલની હવાબાજી ઉઘાડી પડી જતાં સુરત શહેર પોલીસતંત્ર ગંભીર થયું હતું. 

મિતુલ ત્રિવેદી

મિતુલ ત્રિવેદીએ કર્યા હતા દાવા
વાસ્તવમાં સુરતના મિતુલ ત્રિવેદી નામના વ્યક્તિએ એવો દાવો કર્યો કે જેના કારણે હોબાળો મચી ગયો હતો. વાસ્તવમાં આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેઓ ઇસરોના વૈજ્ઞાનિક છે અને તેમના કારણે જ ભારતનું મૂન મિશન સફળ રહ્યું છે. એટલું જ નહીં તેમણે ચંદ્રયાનના લેન્ડરને ડિઝાઈન કરવાનો પણ દાવો કર્યો હતો. જે બાદ પોલીસે કહ્યું હતું કે, 'પ્રથમ દ્રષ્ટિએ આ દાવાઓ ખોટા છે.' 

પોલીસ કમિશનરે આપ્યો છે તપાસનો આદેશ
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ) હેતલ પટેલે જણાવ્યું હતું કે, શહેર પોલીસ કમિશનર અજય તોમરે ક્રાઇમ બ્રાન્ચને પ્રથમ દર્શનીય રીતે ખોટા દાવાઓની ચકાસણી કરવા માટે તપાસનો આદેશ આપ્યો છે. ડીસીપી પટેલે જણાવ્યું હતું કે, ગુરુવારે વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું ત્યારથી સ્થાનિક મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહેલા મિતુલ ત્રિવેદી ઇસરોના વૈજ્ઞાનિક હોવાના તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈ દસ્તાવેજો અથવા પુરાવા આપી શક્યા નથી. 

Surat resident claims he was 'designer' of Chandrayaan's lander, police launch probe

નાસામાં પણ કામ કર્યું હોવાનો દાવો
તેઓએ જણાવ્યું હતું કે, પીએચડી કરવાનો દાવો કરનારા ત્રિવેદીએ ગુરુવારે અનેક મીડિયા આઉટલેટ્સ અને ન્યૂઝ ચેનલોને જણાવ્યું હતું કે તેમણે ચંદ્રયાન-3ના લેન્ડરને ડિઝાઇન કર્યું છે. તેઓ ચંદ્રયાન-2નો ભાગ હોવાથી ઇસરોએ તેમને ચંદ્રયાન-3 મિશન પર પણ કામ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્રિવેદીએ દાવો કર્યો હતો કે તેમણે લેન્ડરની મૂળ ડિઝાઇનમાં ઘણા ફેરફાર કર્યા છે. જેના કારણે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરવામાં સફળ રહ્યું હતું. તેમણે ઇસરોની બેંગલુરુ ઓફિસમાં ચંદ્રયાન-3ની ડિઝાઇન પર અને નાસામાં કામ કર્યું હોવાનો પણ દાવો કર્યો હતો.  તો બીજી તરફ ઈસરો દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આવો કોઈ વ્યક્તિ તેમની સાથે નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ