બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 06:55 PM, 13 January 2024
ADVERTISEMENT
વર્ષ 2024માં હોળી 24 માર્ચના રવિવારે મનાવવામાં આવશે, હોળીનો પર્વ હિન્દુ સનાતમ ધર્મનો મુખ્ય પર્વ માનવામાં આવે છે. લોકો આ પર્વને ધામધુમથી ઉજવે છે. હોળીના દિવસે શુભ મુહૂર્તમાં હોલીકાદહન કરવામાં આવશે. આ દિવસે પૂર્ણિમા વ્રત પણ કરવામાં આવશે. પંચાગ અનુસાર હોલિકાદહન સાથે હોળાષ્ક પણ પૂર્ણ થઈ જાય છે અને તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે.હોલિકાદહનના દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે.
ADVERTISEMENT
સૂતક કાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી
ત્યારે આ વર્ષે હોલિકાદહન રાત્રે 11.33 વાગ્યાથી રાત્રિના 12.27 વચ્ચે કરવામાં આવશે. સાથે જ 25 માર્ચના રંગોની સાથે હોળીના પર્વને સંપન્ન કરવામાં આવશે અને ચૈત્ર મહિનાનો પ્રારંભ થશે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 2024માં હોલિકાદહનના દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે. જેથી સૂતક કાળ પણ લાગુ પડશે. સૂતક કાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી. તો આ દિવસે હોલિકા પૂજન ક્યારે કરવામાં આવશે. તો આવો જાણીએ આ પર્વ સાથે જોડાયેલી ખાસ વાતો.
વર્ષમાં બે સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ થશે
પંચાગ અનુસાર વર્ષ 2024માં બે સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ થશે. વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ 25 માર્ચે થશે અને આ દિવસ જે હોળીનો પર્વ મનાવવામાં આવશે.. વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે. જ્યાં કન્યા રાશિમાં પહેલાથી જ સૂર્યદેવ વિરાજમાન રહેશે.જેથી ચંદ્રગ્રહણના છાયામાં જ હોળી મનાવવામાં આવશે.
વધુ વાંચો :ઉત્તરાયણ બાદ 6 દિવસમાં બદલાશે ચાર રાશિના જાતકોનું ભાગ્ય, પૈસાની આવક વધવાના બની રહ્યા છે યોગ
હોળીના પર્વને ધામધુમથી મનાવવામાં આવશે
ત્યારે જ્યોતિષનું માનીએ તો આ વર્ષે પહેલુ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. જેથી ભારતમાં આ ચંદ્રગ્રહણનો સૂતક કાળ માન્ય રહેશે નહીં. જેથી દેશમાં હોળીના પર્વને ધામધુમથી મનાવવામાં આવશે.શુભ મુહૂર્તમાં હોલિકાનું પુજન કરવામાં આવશે અને શૂભ મુહૂર્તમાં હોલિકાદહન કરવામાં આવશે... હોળીના બીજા દિવસે ધામધુમથી ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ ઘણા દેશોમાં જોવા મળશે. પણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ માન્ય રહેશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.