બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Chandlodia, Science City and Mumtpura areas of Ahmedabad will not be filled with drainage-rainwater.

કામગીરી / અમદાવાદના ચાંદલોડિયા, સાયન્સ સિટી અને મુમતપુરા સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ-વરસાદી પાણી નહી ભરાય,આવું કર્યુ આયોજન

Vishal Khamar

Last Updated: 06:34 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ચોમાસા દરમિયાન શહેરીજનોને વરસાદના કારણે ઠેર ઠેર ભરાઈ જતાં પાણી કે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી રાહત આપવાની દિશામાં સતત પ્રયાસો કરાઈ રહ્યા છે.

  • ચોમાસામાં પહેલા AMC દ્વારા તૈયાર કરાયો સત્તાવાર રિપોર્ટ
  • ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થઈ શકશે
  • ગોતા- ગોધાવી કેનાલની સફાઈનું કામ ૧૫ જૂન સુધીમાં પૂર્ણ કરાશે

મ્યુનિસિપલ તંત્રના એક સત્તાવાર રિપોર્ટ મુજબ આ ચોમાસામાં શહેરની ૧૧૫થી વધુ જગ્યાઓમાં વરસાદી પાણી ભરાવાની શક્યતા છે.  જોકે તંત્ર નીતનવાં આયોજનો થકી વરસાદી પાણી ભરાવાથી સર્જાતી સમસ્યા સામે લોકોને રાહત આપવા જઈ રહ્યા હોઈ ખાસ કરીને ચાંદલોડિયા, સાયન્સ સિટી અને મુમતપુરા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો અને ડ્રેનેજ ઊભરાવાના પ્રશ્નનો ઝડપથી નિકાલ થઈ શકશે.  ઉપરાંત ગોતા- ગોધાવી કેનાલની સફાઈનું કામ હાથ ધરાયું હોવાથી તે ૧૫ જૂન સુધીમાં પૂર્ણ કરાશે.  રૂ. ૧૨ લાખના ખર્ચે થઈ રહેલી કામગીરીથી આ કેનાલમાં પાણીનું સરળતાથી વહન થઈ શકશે.

તંત્ર દ્વારા જાહેર કરાયેલી એક યાદી મુજબ આ ચોમાસામાં દક્ષિણ ઝોનનાં સૌથી વધુ ૨૯ સ્થળોએ વરસાદી પાણી જમા થશે. પશ્ચિમ ઝોનમાં ૨૫, ઉત્તર-પશ્ચિમમાં ૧૩ અને દક્ષિણ-પશ્ચિમમાં ૧૨ જગ્યાએ વરસાદી પાણી ભરાશે. મધ્ય ઝોનમાં સૌથી ઓછી આઠ જગ્યાએ વરસાદી પાણી જમા થવાની શક્યતા ખુદ સત્તાવાળાઓએ વ્યક્ત કરી છે.

 તંત્રએ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવાનું કામ હાથ  ધર્યું છે
આની સાથે ચાંદલોડિયા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાના નિરાકરણ માટે તંત્રએ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવાનું કામ હાથ પર લીધું છે, જેની પાછળ અંદાજે રૂ. ૧૭.૦૩ કરોડ ખર્ચાઈ રહ્યા છે. સાયન્સ સિટી રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં નવી સ્ટ્રોમ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇન નંખાઈ ગઈ છે. અંદાજે રૂ. ૨.૩૯ કરોડના ખર્ચે આ લાઇનો નંખાવાથી ગોતા વિસ્તારના સાયન્સ સિટી રોડ અને આજુબાજુનાં સ્થળોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થઈ શકશે.
 ડ્રેનેજ લાઇનનું ભારણ ઓછું થશે અને બ્રેકડાઉનની સમસ્યા દૂર થશે
આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાંથી પસાર થતી જયદીપ ટાવરથી જીવરાજ મહેતા હોસ્પિટલ થઈ, વાસણા બસસ્ટેન્ડ, શ્યામલ ચાર રસ્તાથી એપીએમસી માર્કેટ, બલોલનગર ચાર રસ્તાથી EWS હરિઓમ હાઉસિંગ અને જીએસટી રેલવે ક્રોસિંગથી બલોલનગર રેલવે લાઇનને   સમાંતર ટ્રન્ક મેઇન લાઇનનું રી-હેબિલિટેશન કરવાની કામગીરી હાથ ધરાઈ હોઈ ૮૦ ટકા કામ પૂર્ણ કરાયું છે, જેના કારણે આ તમામ રોડ પર ચોમાસા દરમિયાન ડ્રેનેજ લાઇનનું ભારણ ઓછું થશે અને બ્રેકડાઉનની સમસ્યા દૂર થશે. કામગીરી પાછળ રૂ. ૫૨.૩૩ કરોડ ખર્ચાઈ રહ્યા છે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનના નવા સમાવેશ થયેલા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કામ બાબતે પણ મ્યુનિ. સત્તાધીશો ગંભીર બન્યા હોઈ આ કામગીરી ચોમાસા પહેલાં પૂરી કરી લેવાશે. હાલમાં સેન્ટોસા પાર્કથી સંદેશ તળાવ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઇન નાખવાની કામગીરી પુરજોશમાં   ચાલુ છે, જે ચોમાસા પહેલાં પૂર્ણ કરી દેવાશે અને ચોમાસા વખતે મુમતપુરા ગામ, સેન્ટોસા પાર્ક વિસ્તારમાં વરસાદી પાણીનો ઝડપભેર નિકાલ થઈ શકશે.

 ચોમાસા વખતે વરસાદી પાણીનો શીઘ્રતાથી નિકાલ થઈ શકશે
ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ફટાફટ નિકાલ કરવા માટે મ્યુનિ. ઈજનેર વિભાગે ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોનમાં ડ્રેનેજ લાઇનને ડીશિલ્ટિંગ કરવા લીધી છે, જે હેઠળ કુલ ૧૮ હજાર મીટર પૈકી ૮,૫૧૬.૧૫ મીટર લંબાઈની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ કામ પાછળ રૂ. ૮.૮૧ કરોડ ખર્ચાવાના હોઈ ૬૫ ટકા કામ પૂરું કરી લેવાયું છે, જેના કારણે સાયન્સ સિટી રોડ, નમસ્તે સર્કલ પાસે, બોપલ બીઆરટીએસ રોડ, હીરામણિ સ્કૂલથી ભાડજ સર્કલ, એસપી રિંગ રોડ વિસ્તારમાં ડીશિલ્ટિંગની કામગીરીમાં ઝડપ આવવાની ચોમાસા વખતે વરસાદી પાણીનો શીઘ્રતાથી નિકાલ થઈ શકશે.
લેક ઇન્ટરલિન્કિંગની  કામગીરી પૂર્ણ કરાઈ
મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોન તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રૂ. ૧૯.૮૬ કરોડના ખર્ચે જગતપુર તળાવ, છારોડી તળાવ, થલતેજ મહિલા તળાવ, આંબલી તળાવ, આરએનએસ તળાવ, મકરબા તળાવની ઇન્ટરલિન્કિંગની લાઇનોની ડીશિલ્ટિંગની કામગીરી પૂર્ણ કરાઈ હોઈ આ તળાવોને વરસાદી પાણીથી રિચાર્જ કરી શકાશે.
પાંચા તળાવની જૂની  દીવાલને રિપેર કરાશે
પ્રહ્લાદનગર વિસ્તારમાં આવેલા પાંચા તળાવની દીવાલને ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી નુકસાન થયું હોઈ સલામતીની દૃષ્ટિએ રિટેઈનિંગ વોલનું રિપેરિંગ જરૂરી બન્યું છે, જે રૂ. ૯૮.૧૦ લાખના ખર્ચે તા. ૧ જુલાઈ સુધીમાં પૂર્ણ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ