બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 12:40 PM, 24 February 2024
રાજકોટનાં લોધિકામાં મવડ વિસ્તારમાં ગત રોજ પોલીસનાં ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કરી લેતા આ સમગ્ર મામલો ચર્ચાનાં ચગડોળે ચડ્યો હો. વિરમગામનાં પીએસઆઈનાં ત્રાસથી આપઘાત કર્યો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. પીએસઆઈ હિતેન્દ્ર પટેલે દારૂ કેસમાં રૂપિયા માંગતો હોવાનો આરોપ મુક્યો છે. પીએસઆઈ દારૂ કેસમાં રૂપિયા 10 લાખ માંગતો હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે. પીએસઆઈ હિતેન્દ્ર પટેલ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મૃતકની પત્નિએ પીએસઆઈ સામે ફરિયાદ નોંધાવી
આ સમગ્ર મામલે મૃતકની પત્નિ અલ્પાબેને ફરિયાદ નોંધાવી હતી કે, મારા પતિ દીપક હરજીવનભાઈ ધ્રાગધરિયા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મારે સંતાનમાં એક દીકરો દર્શન છે. જે ધો. 10 માં ભણે છે. ત્યારે તા. 22 ફેબ્રુઆરીએ હું મારા ભાઈ કેતન તથા ભાભી સાથે પિયર ગઈ હતી. ત્યારે પતિ દીપક તથા મારે દિકરો પુત્ર દર્શન બંને રાજકોટ ખાતે ઘરે હતા.
ADVERTISEMENT
મારા પતિએ મોબાઈલમાં રાજકોટ પોલીસ કમિશ્નરને સંબોધીને વીડિયો બનાવ્યો
જે બાદ મારા પતિનો રાત્રે 9.30 વાગ્યે ફોન આવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, નીરાતે આવજે, ઉતાવળ ન કરતી. હું બહાર જમી લઈશ. જે બાદ હું રાત્રિનાં 11 વાગ્યે રાજકોટ મારા ઘરે આવી હતી. તે સમયે મારા પતિ દીપક ઘરે હાજર ન હતો. ત્યારે રાત્રે મેં તેમને ફોન કર્યો હતો. પણ તેમણે ફોન રીસીવ કર્યો ન હતો. સવારે મારા પતિનો બીજો ફોન ઘરે જ પડ્યો હતો. મોબાઈલમાં જોતા મારા પતિએ એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો મારા પતિએ રાજકોટ પોલીસ કમિશ્નરને સંબોધીને બનાવ્યો હતો.
વધુ વાંચોઃ ગુજરાતની આ બે બેઠકો પર લડશે AAP: કોંગ્રેસ સાથે ગઠબંધનનું એલાન, જોકે પંજાબમાં બંને પાર્ટીઓ સામસામે
વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પીએસઆઈ
મારા જેઠ યોગેશભાઈએ મને જણાવ્યું કે, આ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ હિતેન્દ્ર પટેલ જેઓ ત્યાં ફરજ બજાવે છે. તેમજ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ હિતેન્દ્ર પટેલએ મારા પતિ દીપકને દારૂના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી અવાર-નવાર પૈસાની માંગણી કરી મરી જવા મજબૂર કરતા તેમના ત્રાસથી કંટાળી મારા પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.