બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Center filed the petition on same sex marriage in SC which says petitioners do not represent the view of the entire nation

દેશ / 'હિંદુ ધર્મમાં પવિત્ર છે લગ્ન, ઈસ્લામમાં પણ', સજાતિય લગ્નના ટોટલ વિરોધમાં સરકાર, સુપ્રીમને કરી જાણ

Vaidehi

Last Updated: 07:42 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પોતાની દલીલમાં કહ્યું કે લગ્ન જેવા સામાજિક-કાયદાકીય સંબંધો તમામ ધર્મોમાં ઘણું મહત્વ ધરાવે છે અને હિન્દૂ કાયદાની તમામ શાખાઓમાં તેને પવિત્ર માનવામાં આવે છે.

  • સમલૈંગિક મેરેજ માન્યતા અંગે કેન્દ્ર સરકારની અરજી
  • સુપ્રીમ કોર્ટને આ અરજી ફગાવવા કરી માંગ
  • કહ્યું હિંદૂ -મુસ્લિમ ધર્મમાં સેમ સેક્સ મેરેજ અમાન્ય છે

કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી આપવાનો વિરોધ કર્યો છે. રવિવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જેમાં સમલૈંગિક વિવાહને કાયદેસર બનાવવાની માંગ કરતી અરજીઓનાં સ્વીકાર પર સવાલો કર્યાં છે. સરકારે દલીલ કરતાં કહ્યું કે હિંદૂ અને મુસ્લિમ ધર્મમાં સેમ સેક્સ મેરેજ અમાન્ય છે.

હિન્દૂ-મુસ્લિમ ધર્મમાં સેમ સેક્સ મેરેજ અમાન્ય
સરકારે કહ્યું કે લગ્ન જેવા સામાજિક સંબંધો તમામ ધર્મોમાં ઘણું મહત્વ ધરાવે છે અને હિન્દૂ કાયદાની તમામ શાખાઓમાં તેને પવિત્ર માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું કે મુસ્લિમ ધર્મ કે જેમાં લગ્ન એક કરાર છે તેમાં પણ  માન્ય વિવાહ માત્ર એક પુરુષ અને સ્ત્રી વચ્ચે જ થાય છે.

લગ્ન પર નિર્ણય માત્ર સંસદ લઈ શકે છે સુપ્રીમ કોર્ટ નહીં- કેન્દ્ર
કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં અનુરોધ કર્યો કે પહેલા એ વાતની સુનાવણી થવી જોઈએ કે આ અરજીઓ સુનાવણી યોગ્ય છે કે નહીં. સરકારે કહ્યું કે જે લોકો સેમ સેક્સ મેરેજને કાયદેસર માન્ય કરવાની માંગ કરી રહ્યાં છે તે શહેરી લોકો છે. આ સામાન્ય લોકોની સલાહ નથી. કેન્દ્ર સરકારે આ અરજીઓને ફગાવવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે સમલૈંગિક લગ્નને ભારતીય પરિવારની વિચારધારાથી વિરુદ્ધનું કહ્યું છે. કાયદામાં ઉલ્લેખ છે તે અનુસાર સમલૈંગિક વિવાહને માન્યતા ન આપી શકાય કારણકે તેમાં પતિ અને પત્નીની વ્યાખ્યા જૈવિક ધોરણે આપવામાં આવી છે અને એ જ આધારે અધિકાર પણ આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે કહ્યું કે આ લગ્ન પર નિર્ણય માત્ર સંસદ લઈ શકે છે સુપ્રીમ કોર્ટ નહીં.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીવાળી પીઠ આ મુદે મંગળવારે સુનાવણી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ