બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / CBSE board 10th and 12th class exam date sheet released, exam will last 55 days, see schedule

એક્ઝામ / CBSE બોર્ડની 10 અને 12માં ધોરણની પરીક્ષાની ડેટશીટ જાહેર, 55 દિવસ ચાલશે પરીક્ષા, જુઓ શિડ્યુલ

Vishal Khamar

Last Updated: 11:46 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી વર્ષ એટલે કે 2023-24 માં CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 55 દિવસ ચાલશે. વિદ્યાર્થીઓ CBSEની શૈક્ષણિક અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર જઈને ચકાસણી કરી શકે છે.

  • CBSE બોર્ડની ધો. 10 અને 12 ની પરીક્ષા 55 દિવસ ચાલશે
  • CBSE દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરાયો
  • વિદ્યાર્થીઓ CBSEની વેબસાઈટ પર જઈ કાર્યક્રમ જોઈ શકશે

 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી વર્ષની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.  આવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓ 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપવાની છે. તેઓ તેમના વર્ગ પ્રમાણે પરીક્ષાનો કાર્યક્રમ, તારીખની તપાસ કરી શકે છે.  ત્યારે CBSE બોર્ડ દ્વારા શૈક્ષણિક વેબસાઇટ cbse.gov.in પર પરીક્ષાનો કાર્યક્રમ મુકવામાં આવ્યો છે. 

CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે બોર્ડની પરીક્ષા 55 દિવસ ચાલશે. આ વર્ષે CBSE બોર્ડની 10મી અને 12મીની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે અને 10 એપ્રિલ 2024 સુધી ચાલશે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ અંગેનું વિગતવાર પરીક્ષાનો કાર્યક્રમ હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી.  CBSE બોર્ડ પરીક્ષાની તારીખની જોવા માટે સમગ્ર કાર્યક્રમ વેબસાઇટ પર પણ મુકવામાં આવ્યો છે. 

  • CBSE બોર્ડ પરીક્ષા 2024 નો પરીક્ષાનો કાર્યક્રમ તપાસો
  • પરીક્ષાનો કાર્યક્રમ તપાસવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાઓ.
  • વેબસાઇટ પર જાઓ અને પરીક્ષાનો કાર્યક્રમ લિંક પર ક્લિક કરો.
  • આગળનાં પેજ પર CBSE બોર્ડ 10મી 12મી પરીક્ષા 2024 ના વિકલ્પ પર ક્લિક કરો.
  • આગળ પરીક્ષાનો કાર્યક્રમ PDF ફોર્મેટમાં ઉપલબ્ધ થશે
  • પરીક્ષાનો કાર્યક્રમ તપાસ્યા પછી પ્રિન્ટ આઉટ લો.

આ વર્ષે CBSE બોર્ડનું પરિણામ કેવું રહ્યું?
આ વર્ષે ધોરણ 10 માટે 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી અને ધોરણ 12 માટે 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષાનું પરિણામ 12 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોરણ 12 ની એકંદર પાસ ટકાવારી 87.33% અને ધોરણ 10 ની 93.12% હતી.

12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 21 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12માં પાસની ટકાવારી 5.38 ટકા ઘટી છે. જ્યારે ધોરણ 10માં તે 1.28 ટકા ઘટી છે. બંને વર્ગોમાં છોકરીઓએ ઉચ્ચ પાસ ટકાવારી મેળવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ